________________
પ્રકરણ ૧૪ મું
ધનેશ્વર શેઠના કુટુંબમાં અનંગસેનાના આવાસના પહેરાવાળાને તમારો ખાઈને આવેલા ધનેશ્વરશેઠ જયારે અનંત કુમારને પિતાની વિતેલી કહાણી કહી સંભળાવી, ત્યારે અનંતકુમારે એટલું જ કહેલું કે, થોડા સમય જેવા દે, પછી વાત.”
આ શબ્દાને મર્મ તેના સિવાય કોઈ સમજી શકયું નહોતું. શેઠને લાગ્યું કે, “અનંતકુમાર પિતાને દાઝયા પર ડામ દઈ રહ્યો છે.”
. બીજે દિવસે ધનેશ્વરશેઠ ફરીથી અનંતકુમારને મળ્યા. તેમના મગજમાં એમ ઠસી ગયું હતું કે, આ યુવક સિવાય બીજા કોઈને પણ ' મળવું અર્થ વગરનું છે.
બીજા દિવસની મુલાકાતમાં તેમણે અનંતકુમારને પુછ્યું : અનંત, તે કાલે કહ્યું કે, “છેડે સમય જવા દો, પછી વાત.” હું સમજી શક્યો નહિ કે તું શું કહેવા માગે છે. »
કાકા, શાંતિ એ સાધ્યનું પ્રથમ પગથિયું છે, વિચાર એ એનું બીજું પગથિયું છે, તે કાર્ય એ એનું ત્રીજું પગથિયું છે.” અનંતકુમાર પોતાના કહેવાનો ભાવાર્થ સમજાવતાં બેલ્યો. “કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવી અયોગ્ય છે. પ્રત્યેક કાર્ય માટે શાંતિ ધારણ કરીને વિચાર કરવો જોઈએ. પૂર્ણ વિચાર કર્યા પછી કાય હાથમાં ધરવું જોઈએ. જે કંઈ બન્યું છે, તે અઘટિત બન્યું છે. આપને પુત્ર તરંગી છે. આજે તેના તરંગો અવળા માગે વળ્યા છે.