________________
"ધન્યા અને પરિમલ
૧૨૧
છે કે, એ રીતે તેમણે ધારેલી રીતે સમજાવવામાં તે યશસ્વી નીવડશે.
ધન્યાનું હૃદય ભરાઈ આવ્યું. પોતાના મિત્રની ખાતર આ સ્ત્રીનો પતિ જગતની નિન્દાને પાત્ર બનીને પણ નાયિકાને ત્યાં જવાની હિંમત કરતો હતો. ' જગતની દષ્ટિ હંમેશાં અંધારા તરફ જેવાને ટેવાયેલી હોય છે. પ્રકાશ તરફ જતાં તે અંજાઈ જાય છે. તે તરફ જોવાની તેને ઈચ્છા પણ થતી નથી. ચોરી છૂપીથી ગણિકાને ત્યાં જનારને દોષ જણાતો નથી. પણ બીજાને જતાં જેતો ઘુરકી ઊઠે છે. તેમાં તેને દોષ દેખાય છે. પાપ પણ દેખાય છે.
પોતાના દોષને ઢાંકી દેવા માટે બીજાના દોષને આગળ ધરવા ટેવાયેલું જગત, બીજાના સગુણો તરફ દૃષ્ટિ કરવાને પણ તૈયાર હેતું નથી. બીજાના સદગુણોનાં વખાણ કરવા જતાં પિતાના દુર્ગુણો ખુલ્લા પડી જવાની તેને ભીતિ લાગતી હોય છે.
પરિમલ બહેન.........”
ગદ્દગદ્દ કંઠે ધન્યા એટલું જ બોલી શકી. તેનાં મહામહનને રોકાયેલાં આંસુ એકદમ વહેવા લાગ્યાં.