________________
૧૬૮
કયવનારોઠનું સૌભાગ્ય
પણ તે સાંભળીને તને કંઈ અસર થાય તેમ નથી.”
એટલે ?”
તને મેં કંઈ ઓછા સમાચાર આપ્યાં છે? અને તે સમાચાર પર તે કોઈ દિવસ વિચાર પણ કર્યો છે?”
જની વાત જવા દે, અત્યારની વાત કર.”
તો સાંભળ. તારાં માતા પિતા જગત છોડીને ચાલ્યાં ગયાં છે, તારી પત્ની ધન્યાં એક વખત જમીને દિવસો પસાર કરે છે. તારી સંપત્તિ ખલાસ થઈ ગઈ છે. તારું મકાન વેચાઈ ગયું છે. બાજુના નાના મકાનમાં પરચુરણ સામાન ભરવામાં આવતો હતો, તેમાં ધન્યા દુઃખી જીવન વિતાવી રહી છે. પુત્ર ભલે માતા પિતાના કુળને કલંકિત કરે, પણ પુત્રવધૂથી સાસુ સસરાના કુળને કલંકિત ન કરાય, એ માન્યતાએ તે તરવારની ધાર પર છવી રહી છે.” થોડીવાર થોભીને તે આગળ બોલ્યો. “બોલ બીજા શા સમાચાર સાંભળવા છે?”
એકી ટશે અનંતકુમાર તરફ જઈ રહ્યો હતો. તેને આ સમાચાર સત્ય લાગતા નહતા.
મારે આમાંના કેટલા સાચા માનવા?” કૃતપુણ્ય પ્રશ્ન કર્યો. “મારા શબ્દોમાં શ્રદ્ધા હોય તે બધાય. ” “અને ન હોય તો ?” .
જેટલા માનવા હોય તેટલી.” અનંતકુમારે શાંતિથી જવાબ આપો.
કતપુને તેના મિત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સમાચાર સાંભળીને તે વિચારમાં પડી ગયો. દુઃખી પણ થયો. જે આ સમાચાર સત્ય હોય, તે પિતાને કાઈ કહેવા-બેલવવા પણ ન આવે !
“મારા માનવામાં નથી આવતું, અનંત ! ”
“તારું કથન.” “ તો કંઇ ઉપાય નથી. ”