________________
પ્રકરણ ૧૯ મું
આમ્રપાલી કતપુણ્ય, તને ખબર છે જ કે ઉત્તર હિંદમાં આજે ૧ળ રાજ્યો પ્રવર્તે છે. એમાંના કેટલાંક ગણતંત્રથી ચાલે છે. તે અધોમાં સર્વશ્રેષ્ઠ ગણતત્ર વૈશાલીનું છે.
વૈશાલીમાં નિયમિત રીતે સભાઓ ભરાય છે. વિચારોની આપ લે થાય છે. અને કાયદા કાનુને ઘડાય છે. તે સભામાં સાત હજાર સાતસોને સાત ક્ષત્રીયો હાજરી આપે છે. તેમાં કેટલાક રાજાઓ પણ છે. તું જે વર્ધમાન સ્વામીના યશોગાન ગાય છે, તે વર્ધમાન સ્વામીના પિતા સિદ્ધાર્થ પણ તે ગણતંત્રમાં બિરાજતા હતા. આજે તેમના પુત્ર એટલે વર્ધમાન સ્વામીના વડીલ બંધ નંદિવર્ધન તે ગણતંત્રમાં હાજરી આપે છે. તે લોકો પોતાના વરીષ્ટ તરીકે એક લાયક વ્યકિતને ચૂંટી કાઢે છે. વરીષ્ટને હુકમ દરેકને શિરણાવંધ હોય છે.
આજે તે ગણતંત્રમાં વરીષ્ટ તરીકે ચેટકરાજ છે. જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉપસ્થિત થાય છે, ત્યારે તે લોકે સભા ભરે છે તે સભામાં તેમણે એક પ્રવેણુ પુસ્તક રાખ્યું છે. તેમાં દરેક કાયદાલખી રાખવામાં આવ્યા હોય છે. તેમાંના કાયદાઓને સૌ માન્ય –
૧. અંગ, મગધ, કાશી. કેશળ, જળ, મલ, ચેતી, વંસ, કુરૂ, પંચાલ, મચ્છ, સુરસેન, અસક, અવન્તી, ગાંધાર અને કાજ.