________________
પુત્રના પાપે
૮૮
ગળામાં ફક્ત સુવર્ણની એક માળા પહેરી હતી. હાથની આંગળીમાં એક વીંટી હતી. દેહ પર સાદાં શુભ્ર વસ્ત્રો હતાં. અનંગસેનાને આટલી માહિતીથી સમજતાં વાર ન લાગી કે, મોટી બહેન આ સ્થળને ત્યાગી ગઈ છે. પોતે પોતાના ધ્યેયની સિદ્ધિ માટે કયાંક ચાલી ગઈ છે.’ તે તેની માતાએ થોડું રુદન કરીને પોતાનું દુઃખ બતાવવાને પ્રયત્ન કર્યો. પણ તે તો લુચ્ચી જ હતી એટલું અનંગસેના પણ જાણતી હતી. કૃતપુણયને નવાઈ લાગી. આ વૈભવ છોડીને તે ચાલી જાય, એ તેના માન્યામાં આવ્યું નહિ. તેને લાગ્યું કે, “તે કથક આથો વધુ વૈભવભર્યા સ્થાને ચાલી ગઈ હશે.”
મલિકાનો દાબ તેની માતા પર વધારે હતો. મોટી પુત્રીના જવાથી માતા પિતાનું પોત પ્રકાશવા લાગી. પિતે મણિકા હતી. આટલો વધો વૈભવ હોવા છતાં લેભ સમાન નહોતો. અનંગસેનાને અને કુતપુર્ણને ખબર ન પડે તેવી રીતે તેણે એક દાસીને પિતાના અંગત કાર્ય માટે પોતાના પક્ષમાં ભેળવી લીધી. દાસીને તેણે કહ્યું કે, જે આ છોકરાને બાપ અહીં તેને મળવા માટે આવે તો તેને બારોબાર બહારથીજ પાછો કાઢજે.' તેને ભીતી હતી કે કદાચ કૃતપુણ્ય તેના પિતાની સમજાવટથી પાછો જાય ! જે એમ બને તો લગ્નની ઘેલછામાં ડૂબેલી અનંગસેના અન્નજળને લાગ કરે.
થોડા દિવસ પછી તેણે તે દાસીને પોતાની પાસે એકાન્તમાં બોલાવીને કહ્યું, “જે બાઈસાહેબને અને એ છોકરાને ખબર ન પડે તેવી રીતે તેના બાપ પાસે જઈને બસે સોનૈયા લઈ આવ.'
દાસી પણ ચાલાક હતી. તેને લાગ્યું કે આમાં લાભ છે. તે કૃતપુણના પિતા પાસે જવા નીકળી. શેઠ દુકાને જઈ રહ્યા હતા. બંનેની મુલાકાત રસ્તામાં જ થઈ.
“કેમ, શું કામ છે? શેઠે પ્રશ્ન કર્યો. આપના પુત્ર તપુણ્યકુમાર અમારાં બાઈસાહેબ અનંગસેના