________________
આછી રૂપરેખા
૧૩૩૯
જગતને અને સ્નેહિઓને તે બેદરકારી તદ્દન સત્ય ભાસતી હતી, પણ ખરી રીતે તે બાહ્ય રીતે હતી. પુત્ર પ્રત્યેની તેમની આંતરિક લાગણી અત્યંત કુમળી હતી. સો રાજકુમારોમાં અત્યંત બુદ્ધિશાળી અને તેજસ્વી કુમાર તે બિમ્બિયાર જ હતા. અનેક પ્રકારની બુદ્ધિ-પરીક્ષાઓમાં તેમણે પિતાનું શ્રેષ્ઠત સાબિત કરી આપ્યું હતું.
રાજા પ્રસેનજીતનું અંતઃપુર એટલે રાણીઓને ખાને. કોઈ પણ સુંદર બાલિકા નજરે પડી છે, જે તે કુંવારી હોય તે પ્રસેનજીત રાજાની રાણી બનીજ સમજવી. દરેક આવનારી નવી રાણી પ્રથમ તે માનીતીજ હોય. પણ દરેક નવી આવનારી માનીતી થાવ, એટલે તેના પહેલાં આવેલી માનીતીના માન ચેડાં તો ઘટવાત. - એ પ્રમાણે એક સમયે રાજાની નજરે એક સુંદર બાલિક ચઢી ગઈ. રૂપરૂપને અંબાર. જાણે કુરસદના સમયે બ્રહ્માએ ઘડી હોય, એવી એની કમનીય કાયા હતી. લબો, કાળો ભમ્મર જે ચોટલો અને મદભર નયને રાજાના ભમતા દિલને આ ચૂકયાં.
હતી તો ભિલ કન્યા. પણ સૌદયે એને ઝડપી લીધી હતી. બહુ ગેરી તો નહતી, પણ તેનો બેવડે બાંધે તેના તે કલંકને - છુપાવી દેતો હતો. તેના દેહને દીપાવતી તેની ઉંચાઈ વધુ નહતી.
ભિલ્લરાજની એ લાડકી કન્યાને આખું નગર જિલ્લ પલ્લી તિલકવતી કહીને બોલાવતું અને તેનું માન સાચવતું. રાજાએ જયારે ભિલરાજ પાસે તિલકવતીના હાથની માગણી કરી, ત્યારે ભિલરાજે કહ્યું કે, રાજન ! એ કન્યા કેાઈ રાજાના અંતઃપુરમાં ગેધાઈ રહેવાને જન્મી નથી. એ તે સ્વતંત્રતા ભોગવવાને અને રાજય ચલાવવાને
“જિલરાજ!” પ્રસેનજીત રાજા તે બાલિકાના પિતાને -સમજાવવા લાગ્યા. “ તમારી કન્યા રાજજ ચલાવશે. હું તમને વચન આપું છું કે, તિલકવતી મારા અંતઃપુરમાં મહારાણી પદ ભોગવશે. તેના માટે નાનું સ્થાન નહિ હાય !”