________________
નવી યુતિ
*૧૩૧
“કારણમાં મારે તને શું કહેવું! માથું ખંજવાળતાં કૃતપુણ્ય બોલ્યો, “અનંગસેના પણ મારી રાહ જોઈ જોઇ કંટાળી હશે. મને પણ હવે ઊંધ આવવા લાગી છે. તારે પણ ઘેર જવાનો સમય થી છે. અને તેને આ રસ્તેથી આટલી મોડી રાત્રે જતાં જે કાઈ જશે તો શું ધારશે?” કૃતપુણનાં વવાં જ વાળા અસંબંધુ હતા.
“મારી તો ચિંતા તું કરીશ નહિ. મિત્ર! અનંત કહેવા લાગે, “અને અનંગસેના તારી થોડી વધારે રાહ જોશે, તે તેમાં તે દુબળી પડી નહિ જાય. બાકી પ્રશ્ન રહ્યો તારી નિદ્રાને. પણ -અનંગસેનાના સહવાસ પછી તો ઉજાગરા, એ તો તારા પ્રિય વિષય થઈ પડયો છે. એટલે એ તારી દલીલ તદન ખોટી છે.”
“અનંત! જે તને માઠું ન લાગે તો કહું. તને તે હંમેશાં જેને તેને અને જ્યારે ત્યારે વાત વાતમાં ઉપદેશા આપવાની ટેવ પડી ગઈ છે. મને એવા ઉપદેશથી કંટાળો ઉપજે છે. માટે જે હું તને એકવાત કહું. જે તારી ઇચ્છા હોય, અને તું ઉપદેશ આપવાની તારી ટેવને ભૂલીને આમ્રપાલીને સત્ય ઇતિહાસ કહેવા ખુશી હેય, તે આવતી કાલે સંધ્યા સમયે અહીં આવજે”
તને ખોટું ન લાગે તે કહે” કહીને અને તને જવાબ સાંભળ્યા સિવાયજ કૃતપુણે જે કહેવું હતું તે કહી નાખ્યું.
છે અને આજે નહિ?” અને તે પ્રશ્ન કર્યો.
આજે તે કોઈપણ રીતે તેટલો સમય હું નહિ મેળવી શકું, અનંત!"
“જેવી તારી મરજી.” ઉત્સાહહીન સ્વરે અનંત બોલ્યો, “કાલે સંધ્યા સમયે જરૂર આવીશ ને?”
જે તારી ઈચ્છા હોય તે.”
તપુણ્યને તો આમ્રપાલીને ઈતિહાસ જાણવોજ હતો, એટલે કે તેનાથી ‘ના’ કહી શકાય તેમ નહોતું.
મારી ઇચ્છા તો છે જ. •
“તે હું જરૂર આવીશ.” * કહીને અનંત મૂંગે મૂંગે જવા માટે ઊો થશે,