________________
બાજી સંકેલવાની શરૂઆત
૨૬૧
છોકરાઓ પાંચ છ વરસના થયા છે. એટલે જે કોઈ કારણ સર આપણી આ રમત એમના કાને જાય તો પરિણામ સારું ન આવે. તે ઉપરાંત હવે રાજ્યથી પણ ચેતતા રહેવાની આવશ્યકતા છે.”
એ બધું મારા ખ્યાલમાં છે, બહેન.” મુનિમ માથા પર હાથ ફેરવતા બોલ્યા. “કેટલાક સમયથી હું આ રમતને સંકેલી લેવાનાજ વિચાર કરી રહ્યો છું.”
પણ હવે વિચારમાં સમય ગુમાવવો પાલવે તેમ નથી.” શેઠાણું કહેવા લાગ્યાં. “શેઠના મૃત્યુને લગભગ બાર વરસ વીતવા આવ્યા છે. હવે વધુ સમય આ રમત ચાલી શકે તેમ નથી.”
એ તો હું પણ સમજું છું. પણ કંઈક માર્ગ તે સૂઝ જોઈએ ને !”
આજે કેદ પણ માર્ગ શોધી કાઢીને જ આપણે અહીંથી ઊઠીએ તો સારું.”
“ મને કંઈ વાંધો નથી. મનિમજીએ કહ્યું. બંને જણાં થોડા સમય મૌન રહ્યાં.
મુનિમજીનું મગજ તેમની મનદશામાં ઝડપભેર કામ કરી રહ્યું હતું. શેઠનું મૃત્યુ કેવી રીતે જાહેર કરવું, ચારેય પુત્રો શેઠનાજ છે, એવી વાત કેવી રીતે વહેતી મૂકવી અને નવા શેઠ-શેઠના સ્થાને ફસાવી દેવા માટે લાવવામાં આવેલા યુવકને કેવી રીતે અહીંથી ખસેડ, એના વિચારેએ તેમના મગજમાં તુમુલ યુદ્ધ જગાવ્યું.
" શેઠાણી મુનિમના ચહેરાનું અને ચહેરા પરના ભાવનું બારિકાઇથી અવલોકન કરી રહ્યાં હતાં. મુનિમનું લક્ષ તે તરફ નહોતું. તેમની નજર જમીન તરફ હતી. વિચારેનું જેર પ્રતિક્ષણે વધી રહ્યું હતું. કોઈ પણ રીતે આજે ને અત્યારેજ માર્ગ શોધી કાઢવાને તેમણે નિશ્ચય કર્યો હતો. દઢ નિશ્ચયની રેખાઓ તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે તરી આવી હતી. શેઠાણું તેમને તે નિશ્ચય જાણી શકયાં અને તેમને સંતોષ થયો.