________________
२२३
મુનિમજીએ નો માર્ગ શોધે ન જોયું ને પતિ મૃત્યુ પામ્યા હતા. પતિના મૃત્યુને હજી સુધી ઘટિકા પણ વીતી ગઈ નહોતી. મૃતદેહને એક નાના ખંડમાં મૂકીને તે ખંડ બંધ કરવામાં આવ્યો હતો.
જિનદત્ત ધનદશેઠના એકના એક પુત્ર હતા. ઘનદશેઠે નીતીથી જ લક્ષ્મી પેદા કરી હતી. તેમના મકાન પર કેટયાધિશની નિશાની-વાળી કેટલીયે પતાકાઓ ઊડતી હતી. શેઠે પોતાના જીવનમાં ઘણું સુખ ભોગવ્યું હતું. પુત્ર જિનદત્ત ગુણ હતો. વિદ્વતા પણ તેનામાં સારી હતી. પિતાએ વિચાર્યું, કે પોતે ધણું સુખ ભોગવ્યું છે. પુત્રને મારાથી પણ વધુ સુખી બનાવવા જોઈએ. જેટલી લક્ષ્મી મારે ત્યાં છે, તેટલી લક્ષ્મીના પ્રમાણમાં જે તેને સુખ આપવામાં નહિ આવે: તો તે સદ્દવર્તનથી ચલિત થશે. એ કારણે એમણે ચાર સુંદર બાળાઓ સાથે પુત્રનાં લગ્ન કરાવી આપ્યાં. પુત્ર એ ચારે સ્ત્રીઓ સાથે આનંદમાં સમય વિતાવવા લાગ્યા.
જન્મનારને માટે મૃત્યુ નિમાયેલું છે, એ ન્યાયે એક સમયે ધનદશેઠ આ લેક છોડીને ચાલ્યા થયા. પિતાના મૃત્યુ પછી પુત્રે બધો વેપાર સંભાળી લીધો. જોતજોતામાં જિનદત્તશેઠની ખ્યાતિ ચારે તરફ પ્રસરી ગઈ. કમભાગ્યે હજી સુધી ચારેમાંથી એકેય સ્ત્રીને સંતાન થયું નહતું. એ કારણે શેઠના મનમાં કોઈ વાર ચિંતા થયા કરતી.
આજે શેઠનું માથું દુખતું હતું. ત્યારે સ્ત્રીઓ તેમની સેવામાં હતી. કોણ જાણે છે કારણથી, પણ એકાએક શેઠનું શરીર ઠંડુ પડી ગયું. સ્ત્રીઓએ સાસુને વાત કરી. સાસુએ પુત્રનો દેહ જોઈને તે વાત ખાનગી રાખવા માટે વહુઓને જણાવ્યું. એક નેકર સાથે મેટા મુનિમને બોલાવવામાં આવ્યા. મુનિમ વિશ્વાસુ હતા. ધનદશેઠના સમયથી તે તેમને ત્યાં નોકરી કરતા હતા. મનમે બધાને આ વાત ખાનગી રાખવા જણાવ્યું. થોડીવારમાં તે તેજ જઈને વૈદ્યને બોલાવી લાવ્યા. વૈદ્ય પણ કુટુંબના વિશ્વાસુ હતા. તેમણે શેઠને મૃતદેહ તપાસી જે. નાડ અને આંખ પણ તપાસી જોયાં. પાકી