________________
૨૭૪
કયવનાશેઠનું સૌભાગ્ય
મંત્રીને મળી જવું. મણનો ઉપયોગ કરીને તે તેનાં માલિકને પાછો સુપ્રત કરવામાં આવશે અને તેના બદલામાં રાજ્ય તરફથી તેને મોટું ઇનામ આપવામાં આવશે. તેમજ મોટી પદવી પણ તેણે અર્પણ કરવામાં આવશે.'
સો વિચારમાં પડી ગયા. એવું તે ઝુંડ નામનું કેવું જળચર હશે, કે જે હાથીથી પણ વધુ શકિત ધરાવતું હશે ? અને જે જળકાત મણિ મહારાજા શ્રેણિકના ભંડારમાં નથી, તે મણિ બીજા કોની પાસે હોય !
–પણ બપોરે મધ્યાહ્ન વીત્યા પછી સોના જાણવામાં આવ્યું, કે એક મીઠાઈવાળા પાસે જળકાન્ત મણિ છે. તે મણિ પાણીને અડાડતજ પાણી ખસી ગયું છે અને મુંડ પાણી ખસી જતાં પોતે હાર પામીને હાથોને છોડીને નાસી ગયું છે. હાથીને તેને મહાવત સુખરૂપ તેના સ્થાને લઈ ગયો છે. - એક મીઠાઇવાળાને ત્યાંથી જળકાન્ત મણિ મળી આવેલે જાણીને પ્રજાજનોની પેઠે મહામંત્રી પણ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. આ મહા મોલો મણિ મીઠાઇવાળા સાધારણ માણસને ત્યાં કયાંથી આવ્યો હશે. તે વિષે તે વિચારવા લાગ્યા.
મહામંત્રી અભયકુમાર એટલે બુધિને ખજાને.
સૌથી વધુ આશ્ચર્ય તેમને થયું હતું. એક સાધારણ મીઠાઈવાળા પાસે જળકાન્ત' મણિ સંભવેજ નહિ, એવા તેમના મજબૂત વિચારે હતા. મહારાજા શ્રેણિક સાથે તેમણે તે વિષે ચર્ચા પણ કરી. પિતાના-રાજયના ગુપ્તચર ખાતાના માણસોને તે વિષે તપાસ કરવાનો હુકમ આપી દીધો. ગુપ્તચર ખાતાએ એ બાબતમાં ખૂબ તપાસ કરી, પણ તત્કાળ તેમને કંઈ સમાચાર મળ્યા નહિ. કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે સમયની આવશ્યકતા હોય છે, એ વાત મહામંત્રીથી અજાણ નહતી.
આખી રાત વિચાર કર્યા પછી તેમણે શામ, દામ, દંડ અને