________________
કવનાશેઠનું સૌભાગ્ય
“મોટી બહેન,” અનંગસેના કહી રહી હતી. “વર્ધમાન સ્વામી પુરૂષ છે, ને તમે સ્ત્રી છે. પુરૂષોને વાસના લુપ સંસારમાં એકાકી કરતાં કોઈ જ વાંધો આવતો નથી, પણ એક યુવાન, સુંદર સ્ત્રીને ડગલે ને પગલે સંકટોની દિવાલો ભેદવી પડે છે.”
“ અનંગસેના, એતો પુરૂષ સ્વભાવજ એવો છે.” મલિકા બોલી. “એ સ્વભાવ આજે કંઈ ન નથી ઉદ્દભવ્યો સૃજન જૂનો પુરૂષ સ્વભાવ સ્ત્રી સ્વભાવની પેઠે દરેક કાળે પોતાનો ભાવ ભજવતો આવ્યો છે. તેમાં જે મકકમ તેનો વિજય. પુરૂષ સ્વભાવ કરતાં સ્ત્રો સ્વભાવને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તું જાણે તો છે જ કે આપણુ મહારાજાને અનેક રાણીઓ છે. એ રાણીઓથી અનેક રાજાઓ સાથે ભોગ ભોગવી શકાય ખરા ? સ્ત્રીએ તો એક પતિવૃત્ત પાળવું જોઈએ. જે પુરૂષસ્વભાવ એક પત્નીવૃત્ત પાળતો થાય અને વિલાસ, મોહ અને પરસ્ત્રી ત્યાગને કેળવે તો સતી સીતા અને રાવણ જેવા દાખલા જગતને મળી આવે ખરા ? જે આખે પુરૂષવર્ગ પરસ્ત્રી ત્યાગને પોતાના જીવનમાં ઉતારે તો સ્ત્રીના સતીત્વની કસોટી કેવી રીતે થાય ? સ્ત્રી સતી તરીકે કેવી રીતે પૂજાય ?
હા, એક વાત નિર્વિવાદ છે કે, પુરૂષે પરસ્ત્રી ત્યાગનું વૃત્ત ગ્રહણ કરવું જોઈએ. તેને પોતાના જીવનમાં ઉતારવું જોઈએ એટલું . તો શું પણ એક પત્ની વૃત પણ પાળવું જોઈએ.
તું પણ જાણે છે, ને આખું જગત પણ જાણે છે કે શ્રીરામ સિવાય એક પત્નીવૃત કાઈ પાળી શકયું નથી. તે કારણે ગૃહસ્થાશ્રમી જીવન તરીકે રામ અને સીતાની જોડી દેવોથી પણ શ્રેષ્ઠ ગણાય છે. પણ દરેક વખતે થોડાં જ રામ અને સીતા જન્મે છે !
માટે તો હું તને કહું છું કે, પુરૂષ તરફથી મેહ, દુઃખ અને વિલાસની ઊભી થતી દિવાલોને ભેદવામાંજ સ્ત્રીની મહત્તા છે. તેવી શકિત કેળવવા માં જ તેનો કસોટી છે. દેવતાઓ પણ સતીનો પરિક્ષા કરીને જ તેને સતી તરીકે સ્વીકારે છે.