________________
પ્રકરણ ૭ મું
વર્ધમાન સ્વામી બીજે દિવસે એજ સમય ને એજ સ્થાન.
ગઈ કાલ કરતાં પણ મોટી મેદની જામી હતી. ગઈ કાલના ; શ્રોતાઓ પોતાના મિત્રોને પણ સાથે લેતા આવ્યા હતા. તે ઉપરાંત જે જે લેકેએ જાણ્યું હતું કે, આજે કુતપુણ્ય વધમાન સ્વામીની કથા કહેનાર છે, તે તે લેકે ઉમંગથી બને તેમ સારી જગા મેળવવા માટે વહેલા આવી પહોંચ્યા હતા.
મહામંત્રી અભયકુમારને સાંભળવામાં આ વાત આવી હતી. ફત પુણ્યની કથા સાંભળવાને તેમને પણ ઉત્કંઠા જાગી. તેમણે વિચાર્યું કે જેના મુખેથી કથા સાંભળવા માટે આટલા બધા માણસે તત્પર થાય છે, તેની કથા–વાર્તા એક વખત અવશ્ય સાંભળવી જોઈએ.” તે પણ ગૃહસ્થના સાદા વેશમાં પોતાના એક માણસની સાથે આવીને એક બાજુએ ઊભા.
કૃતપુણ્ય આવી પહોંચ્યો. લેકેએ તાળીઓ પાડીને પોતાની ખુશાલી વ્યક્ત કરી.
માનવ સ્વભાવની ઘેલછા એક અજબ પ્રકારની હોય છે.
કતપુય એક નાના ઓટલા પર ચઢીને ઊભો રહ્યો. જોકે તેને જોઈ શકે અને તે લોકોને જોઈ શકે, તેવી જગા તેણે પસંદ કરી હતી.
ભાષણ કરનારાઓમાં એટલી હશીયારી તો પ્રથમથી જ આવી