________________
કુતપુર્ણય જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લે.”
“ભલા, અમને તેમને ઈતિહાસ તે કહી સંભળાવ. તેના મિમાંથી કઈ બોલી ઊઠયું.
“આટલી બધી વખત કહી સંભળાવ્યો, તે પણ હજી ફરીથી સાંભળવાની ઈચ્છા થાય છે?” તે કહેતો,
પણ મેં નથી સાંભળ્યો.” ચેલણનું જીવન ચરિત્ર જાણવાને ઉત્સુક બનેલે યુવાન કહે.
કેટલાક ચેલણને વૃત્તાંત સારી રીતે જાણતા હતા. કેટલાક સાધારણ રીતે જાણતા હતા. કેટલાક અજાણ પણ હતા. કૃતિપુણ્ય બે ચાર વખત એ વૃત્તાંત કહી સંભળાવે, પણ જે નવા આવતા તે પિતે અજાણ હેવાને દાવો કરતા. સઘળા મિત્રો ફરીથી તે કહી સંભળાવવાને આગ્રહ કરતા. તેની કહેવાની શૈલિ લોકોને મુગ્ધ બનાવતી. ફરી ફરી તે ને તે વાર્તા સાંભળવાની તેમને ઇચ્છા થઈ આવતી.
લેઓની ઇચ્છાને સંતોષવા માટે અને પોતાના પંકાયેલા સ્વભાવાઅનુસાર વળી પાછો તે નવાં મહારાણી ચેલણને ઇતિહાસ કહેવાની શરૂઆત કરતે.