________________
પ્રકરણ ૧૨ મું
પુત્રના પાપે સૂર્યાસ્ત પહેલાં નિયમિત રીતે ઘેર આવનારો કુતપુણ્ય ઘેર ન આવવાથી તેનાં માતા પિતાને અને તેની પત્નીને ચિંતા થવા લાગી હતી. આજ સુધીમાં તે કોઈ દિવસ પિતાના આગમનનો સમય ચૂકયો નહોતો. જે કદાચ ઘેર આવવાને વાર લાગે તેમ હોય તે. તે વિષે પિતાના ઘેર કહીને જતો. - આજે તો તેણે કોઈને કહ્યું નહોતું. ઘણે સમય રાહ જોઈને બએિ ઊંચા મને જેમ તેમ સાધારણ જમી લીધું. તેની પત્નીના ગળેથી અન્ન ઊતરતું જ નહોતું. સદાયે પતિના પછી જમનારી પત્નીને આજે વગર પતિએ અને પતિ કયાં છે તે ખબર ન હોવા છતાં જમવા બેસવું પડયું હતું. તેના દુઃખને પાર નહોતો.
કુતપુણ્યના પિતા ધનેશ્વર જાણતા હતા કે, તેને લોકોને ઉપદેશ આપ વાને શોખ લાગ્યો છે. તેનો ખાસ કેઈ મિત્ર નથી. પહેલાં અનંતકુમાર નામનો એક મિત્ર હતો. તે પણ હમણાં હમણાં ઘેર આવતો નથી. બીજા અંગત મિત્રો તેને હતા નહિ. તે કહેતો કે, આખું જગતજ મારૂં મિત્ર છે. જે આપણે બધાંને મિત્ર ન માનિએ તે તેમનું હિત. આપણુથી જાળવી શકાય નહિ. " ભોજન પછી પણ ધનેશ્વર શેઠે પોતાના પુત્રની ઘણી રાહ જોઈ. રાત્રીનું અંધારું જામતું જતું હતું. તે ચિંતાગ્રસ્ત બન્યા. સુભદ્રા શેઠાણુની સલાહ લઈને તે એક વખત આજુબાજુમાં તપાસ