________________
પ્રકરણ ૮ મું
નવા પંથે એવા મશ્કરા સ્વભાવને કુતપુણ અચાનક બદલાઈ ગયા. તેનું નિર્દોષ જીવન એકદમ વિષમય બની ગયું.
મલિકાના નૃત્યે તેના પર જુદીજ અસર કરી. તેનાં નયનમાં વિલાસની આછી છાયા પ્રકટી. તેના વિચારોમાં પાપનાં અંકુર ફૂટયાં. નિખાલસ સ્વભાવે અચાનક પલટે ખા. માતા પિતાની સેવા, પત્ની પ્રત્યેની વફાદારી, ધર્મને ઉંધાર, માનવતાને પ્રચાર, અહિંસાને બોધ અને સત્યને પ્રચાર કરવાની તેની ધગશ અચાનક કયાં અદશ્ય થઈ ગઈ.
વિષય લુપતાને જીવનમાં સ્થાન નહિ આપવાના, પાપમ વાતાવરણથી અલગ રહેવાના, ને નીતિમય જીવન જીવવાના તેના કેડ અચાનક નાશ પામી ગયા. .
મહાવીર સ્વામીના અનુયાયી કહેવડાવવાને તેને દાવો કર્યાય. ચાલ્યો ગયે. શ્રવણકુમારની પેઠે માતા પિતાની ખરા અંતઃકરણથી સેવા કરવાની તેની ભાવના લય પામી ગઈ. એક પ્રત્નીવ્રતપણાને તેનો દાવો ક્ષય પામી ગયો. ક્ષણભંગુર સુખ પ્રત્યે તેને પ્રેમ જાગ્યો.
ક્રોધ, માન, માયા, ને લેભઃ એ ચાર દુશ્મનને પરાજય કરવા બહુ કઠિન છે. એ ચારે દુશ્મનને જીતનાર માણસ જીવન છતી જાય છે. સંસાર તરી જાય છે, ને જન્મ, જરા અને મૃત્યુનાં બંધનોમાંથી છૂટી જાય છે.