________________
પ્રકરણ ૪ર મું
એકરાર બપોરના ભોજન પછી મહામંત્રીએ થોડે આરામ લીધે.
મંદિરમાં પક્ષનાં દર્શનાર્થે જવાનું કાર્ય તે નગરજનો તરફથી ચાલુજ હતું. પોતાનું કાર્ય સિધ્ધ થઈ કયું હોવા છતાં મહામંત્રીએ તે તરફ બેદરકારી બતાવી ન હતી. શેઠાણું રૂપવતીની બાતમી મળ્યા પછી કૃતપુય પોતાને ઘેર ગયે હતે.
નમતા પહેરે અભયકુમારે શેઠાણી રૂપવતીને બેલાવી લાવવા માટે પોતાના અંગત માણસને મોકલ્યો. તે માણસે થોડા જ સમયમાં પાછા આવીને સમાચાર આપ્યા કે, “શેઠાણી કહે છે કે મહામંત્રીની આડા મારે શિરસાવંઘ છે. પણ હું વિધવા સ્ત્રી છું. મારા પતિના મૃત્યુ પછી અને તેમાં પણ ખાસ કરીને મારા પુત્રના મૃત્યુ પછી હું એકલી ક્યાંય બહાર નીકળતી નથી. એટલે જે આપ આજ્ઞા આપી તે મારા મુનિમને સાથે લેતી આવું. છતાં જે મહામંત્રી મને એકલીને જ આવવાની આજ્ઞા કરશે તો તે આજ્ઞાને હું ઉથાપીશ નહિ.”
શેઠાણીએ મોકલેલે સંદેશે સાંભળી લઈને થોડો સમય વિચાર કર્યા પછી અભય કુમારે તેમને કહેવરાવ્યું કે, “તમારો મુનિમ જે. તમારી સાથે આવશે તો મને વાંધો નથી.
સેવક પાછે રૂપવતને ત્યાં ગયો અને તેણે તેમને મહામંત્રી : સંદેશો કહી સંભળાવ્યું. પહેલી વખતે જ્યારે તે સમાચાર આપે આવ્યો હતો ત્યારે મુસિક હાજર નહતા. માણસના ખયા પછી