________________
વિનાશેઠનું સૌભાગ કરી રહી છે. ઉપરથી દેવ વિમાન ઊતરી આવે છે. તે વિમાનમાં બેસવાને કઈ તૈયાર થતું નથી. તેમને તો આ માણસની ઘેલછા લાગી છે. વિમાન તેમને લીધા સિવાય જાય તેમ નથી. આખરે કંટાળીને સ વિમાનમાં બેસે છે. વિમાન ઉડે છે. વિમાનમાં બેઠેલી અસરા પિતાના હાથમાંની પુષ્પમાળાઓ આ વિલાસી માણસ પર નાખે છે. બધી માળાઓ એક પછી એક તેના ગળામાં આરેપાઈ જાય છે. માળાઓમાં ઢંકાઈ ગયેલે ચહેરો ખુલે કરવા માટે તે પિતાના હાથે ચહેરા પરની માળાઓ ખસેડે છે.
પણ આ શું? નયનો ખુલી જતાં સામે એક દાસી–પરચારીકા આવીને ઊભી છે, શું પોતે સ્વપ્ન નિહાળી રહ્યો હતો ? દાસીના હાથમાં દંતધાવનની સામગ્રી છે.
કતપુણ્યકુમારે ઊઠયો. તેણે વાતાયન વાટે બહાર નજર કરી તે જણાઈ આવ્યું કે, સૂર્યદેવનાં સોનેરી કિરણો જગતપર પિતાને અધિકાર સ્થાપી ચૂકયા છે. તેણે દંતધાવન કરી લીધું, તરતજ દાસી તેને સ્નાનાગારમાં લઈ ગઈ. સ્નાનાગાર જોઇને તે ચકિત થઈ ગયે. આતે સ્નાનાગાર કે સ્વગય પ્રદેશમાંથી પૃથ્વી પર ઉતરી આવેલ કઈ ખંડ?
તેના ઉલ્હાસનો પાર રહ્યો નહિ. પોતાની બરદાસ કંઈ ઓછી થતી નથી, એમ તે સહેજે સમજી શક્યો. સ્નાનાગારમાંથી સ્નાન કરીને તે બહાર નીકળ્યો. એક સેવિકા તેની રાહ જોતી ત્યાં ઊભી હતી. તે તેને બીજા ખંડમાં લઈ ગઈ. તે ખંડમાં મલ્લિકા અને અનંગસેના તેની વાટ જોઈ રહ્યાં હતાં. કૃતપુ અંદર જઈને એક આસન પર બેઠે.
ડીવારમાં ચાંદીની ત્રણ તાસકમાં નાસ્તાની સામગ્રી લઈને એક સેવિકા આવી. તેણે ત્રણેની આગળ તે તાકે ગોઠવી, પછી કેસર વગેરે મસાલો નાંખીને તૈયાર કરવામાં આવેલા દુધનાં પાત્રો મૂકી ગઈ.
“કેમ કૃતપુર્ણ કુમાર, પછી શે વિચાર કર્યો ના