________________
૨૬૨
કવિનાશેઠનું સૌભાગ્ય થડે સમય ગહન વિચાર વીતાવ્યા પછી મુનિમજી બોલ્યા.
બહેન! મને એક માર્ગ સૂઝે છે. જે તે આપને થેગ્ય લાગે છે ”
જે માર્ગ તમને યોગ્ય લાગે, તે મને અયોગ્ય લાગે, મુનિમજી?”
આવતી કાલે અણધારી રીતે તમે જાહેર કરી દે, કે શેઠની તબિયત વધુ નરમ હોવાથી મુનિમજી તેમની પાસે ગયા છે.”
પણ લોકો પૂછે કયા ગામ ગયા છે, તો તેને શો જવાબ આપ શેઠાણીએ શંકા વ્યકત કરી.
એ વાત તમારે ઉડાવી દેવી. પુત્રની બિમારીના અંગે તમને અત્યંત દુઃખ થઈ રહ્યું છે, એવા ભાવે તમારે પ્રકટ કરવા. ચારેય શ્રોઓ પુત્રો અને તે યુવાનને કાને આ વાત ન જાય, એટલી સાવચેતી રાખવી.” મુનિમજીએ શેઠાણીને શંકાનું નિવારણ કરતાં કહ્યું.
“ અને થોડા દિવસ માટે તમે બહાર ગામ જઈ આવશે, એમને ?”
“ના, હું અહીંજ રહીશ.” • તો તમારા ઘેર આ વાત ચર્ચાશે નહિ ?” “પણ હું મારા ઘેર રહેવાનો નથી.” *
ત્યારે ”
“તમારે ત્યાં મારે થોડા દિવસ માટે એકાંતવાસ ભોગવવે પડશે.” મુનિમજી બોલ્યા.
તમે અમારા માટે ઘણી તક્લીફ ઉઠાવી રહ્યા છે, મુનિમ.”
“મારી ફરજને મારાથી વિસરી ન શકાય. બહેન !” મુનિમજી પોતાની નિમકહલાલી વ્યકત કરતા બેલ્યો. “બાલ્યકાળથી હું તમારે ત્યાં રહ્યો છું. શિક્ષણ પણ તમારી સહાય વડે લીધું છે. આ દેહ તમારા અન્ન વડે પોષાયો છે, મારા કુટુંબની ઉન્નતિ તમારા પૈસાવડે જ થઈ છે. મોટા શેઠે મારાં લગ્ન કરાવી આપ્યાં. ને મકાન બંધાવી આપ્યું. એમનો એ ઉપકાર મારાથી કેમ ભૂલી શકાય ? જેનું