________________
૧૫૪
કાવનાશેઠનું સૌભાગ્ય
એમ. ત્યારે તો ચાલોને હું પણ તમારી સાથે આવું. મને પણ કંઈક નવું જાણવાનું મળશે.” અનંતકુમારે તેને બરાબર સાણ-- સામાં લીધા.
તો તો આપણે આવતી કાલે સવારે જઇશું. કારણ કે મને પણ શંકા છે કે, અત્યારે બહુ સમય થઈ ગયો છે એટલે કદાચ ઊંધી પણ ગયો હશે. તેને પણ વિનાકારણે ધક્કો પડવાનો સંભવ છે.” સજજન બોલ્યા.
“મને પણ તમારી સાથેજ ધક્કો પડશે ને !” અનંતકુમાર, બે “ હું તો હજી તમારા કરતાં નાનું છું.”
“પોતે જ અહીંથી પાછા ફરવાનો વિચાર કરતો હતો, એટલામાં તું મળી ગયે. મને કારનું એમજ થયા કરતું હતું કે, સમય બહુ થઈ ગયો છે એટલે કેઈને ત્યાં જવું ઠીક નહિ." બોલતા બાલતા સજજન પાછા ફર્યા.
“ભલે, ત્યારે કાલે સવારે હું તમારે ત્યાં આવીશ.” અનંતકુમારે તેમની સાથે ચાલતાં કહ્યું.
જરૂર આવજે” તે સજજન બોલ્યા. તેમને થયું કે અત્યારે તો આ સંકટમાંથી બચ્યા ! સવારની વાત સવારે.
પણ બીજે દિવસે સવારે અનંતકુમાર તેમને ત્યાં ગયો નહિ. તેને ખાત્રી હતી કે, તે સજજન તદન અસત્ય જ બોલા હતા. તે કઈ ગાનારીને ત્યાં જઈ રહ્યા હતા, પણ પોતાની મુલાકાતે તેમને ત્યાં જતા અટકાવ્યા.
આવા દાંભિક સજનની દુનિયા માં અનંતકુમાર જેવા સત્ય , યુવકને સ્થાન કયાંથી મળે !
કતપુર્યની તે મુલાકાત પછી અનંતકુમાર અનંગસેનાને ત્યાં ગયો નહતો. તે વાતને લગભગ એકાદ માસ વીતી ગયા હશે. તે દરમિયાન ઘણું યે નવા જુની થઈ ગઈ હતી.
કૃતપુણ્યના પિતા ગંભીર માંદગી ભોગવી રહ્યા હતા. માતા