________________
૧૪૮
hવનાશેઠનું સૌભાગ્ય
આમ્રપાલીએ શાંતિથી જવાબ આપે.
મગધવાસી તરફ તારો પ્રેમ ઢળે, એના જેવું અપમાન તો વૈશાલીઓ માટે બીજું એક પણ નથી.” ચેટકરાજ બોલ્યા.
“મહારાજ, એમ વાતવાતમાં માનાપમાનની વાત કરતા થઈએ તો રક્તપાતની નદીઓજ વહ્યા કરે.”
આમ્રપાલીનું વાકય સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. એક નતિકા આખી સભાને ઉપદેશ આપે, તેના જેવું બીજું કયુ અપમાન હોય !
“રાતપાતની નદીઓ વહે કે ન વહે, તે જોવાનું કામ તારૂં નર્યું.”
“મહારાજ.........
આમ્રપાલી કંઇક કહેવા જતી હતી, પણ તેને અટકાવીને ચેટકરાજ બેલ્યાઃ
“આમ્રપાલી, આ સંથાગાર છે. અહીં વાદ વિવાદને સ્થાન
ન હોય. '
“વડિલની શી આજ્ઞા છે, તે હું સમજી શકી નથી.” નવું સંબોધન રજુ કરતાં આમ્રપાલી બોલી. “વૈશાલીઓ કહે છે કે તું મગધવાસીનો ત્યાગ કર.”
એક સ્ત્રીને તેના પ્રેમીથી વિખૂટી પાડતાં ચેટકરાજનું હૃદય વલોવાઈ જતું હતું.
પુરૂષે પોતાના મનને સંતોષવાને ગમે તે રીતે વર્તી શકે, અને એક સ્ત્રી પોતાને જીવનસાથી મેળવવાને પણ સ્વતંત્ર ન હોઈ. શકે એમેજને, મહારાજ !” આમ્રપાલી દ સ્વરે બોલી.
આ ઝપાલીના શબ્દોથી આખી સભામાં ખળભળાટ મચી ગયા. કે ઈ કહેવા લાગ્યું કે, “આમ્રપાલી દેશદ્રોહી છે. કોઈ કેહવા લાગ્યું કે,
એ લિછાઓને કલંકીત કરે છે.” “ મગધદેશ તરફ તેને પક્ષપા છે. જો કે ત્યારે એ વૈશાલીને દગો દેશે.” એ પ્રેવે પુસ્તકના