________________
પ્રકરણ ૨૯ મું
આશ્ચર્યાવસ્થા તેજસ્વી સૂર્યનાં સોનેરી કિરણો જગત પટ પર પથરાઈ ચૂકયાં હતાં. કિરણોની પ્રખરતા વધતી ચાલી હતી. ગ્રામ્યજને કામે લાગી ગયા હતા. રાત્રે સ્તબ્ધતા જેવી પથરાયેલી શાંતિ અદ્રશ્ય થઈ ગઈ હતી. થોડા વખતથી પાછા વહેલી સવારે ઊઠવાને ટેવાયેલો કૃતિપુણય હજી સ્પષ્ટ જાગૃતિ પામી શક્યો નહોતો. તેની આંખો હજી બરાબર ખુલી શકતી નહોતી, પણ તેની ધ્રાણેન્દ્રિય કંઈક નવું તત્વ અનુભવી રહી હતી. રાત્રે સૂતી વખતે ખુલ્લી જગાએથી આવતે મંદ મંદ શિતળ પવન તેના દેહને સ્પર્શત નહાત;
શરીરને અડીને વહેતા સુવાસિત પવન અને સુગંધમય તત્વથી નાકને થતી અસરથી તે જાગી ઊઠે. મહામહેનતે તેણે આંખ ખોલી.
પણ આ શું ! પિતે સદેહે અમરાપુરીમાંતો નથી ને !
પોતે એક ચંદનના કાષ્ટમાંથી બનાવેલા પલંગ પર સૂતો છે. પલંગની ચારે બાજુએ સ્વર્ગની અપ્સરાને પણ ભૂલાવે એવી સુંદર નાજુક ચાર સ્ત્રીઓ ઊભી છે. એકના હાથમાં મુખપ્રક્ષાલનના સાઘને છે. બીજીના હાથમાં અરીસો છે, ત્રીજીના હાથમાં મુખ પ્રક્ષાલન પછી મુખ લૂછવાનું સુંદર, સ્વચ્છ શુભ્ર વસ્ત્ર છે અને ચોથીના હાથમાં મયૂર પીછને નાજુક પંખો છે.
ભીંત પર નજર પડતાંજ તે આશ્ચર્ય પામ્યો. ચારે ભીંતો;