________________
૨૮
ક્યવનાશેઠનું સોભાગ્ય તેવી કલ્પના કરે તે મૂખજ કહેવાય ને !” in “ જરૂર. રામ નામથી પાણીપર પત્થર તર્યા, પણ શ્રીરામને થયું કે, મારા નામથી જે પત્થર તરે છે તે હું જાતે તે નાંખુ તે વગર નામે કેમ ન તરે? અને તેમણે પોતે કલ્પના સૃષ્ટિમાંથી ઉદ્દભવેલ વિચારને સત્ય ઠરાવવા માટે એક પત્થર પાણીમાં નાંખ્યો. પરિણામે આશ્ચર્ય વચ્ચે જણાઈ આવ્યું કે, પત્થર ડૂબી ગયો છે. એટલ નજીવા કારણમાંથી તેમણે તત્વ શોધી કાઢ્યું કે, અહંકાર ડુબાડે છે. શ્રદ્ધા પત્થરને પણ તારે છે.”
“એટલેજ તે હે શ્રદ્ધાથી આવ્યો છું, મલ્લિકા.”
પણ તમારી શ્રદ્ધા સ્વાથી છે, કુમાર, શ્રદ્ધા તે નિઃસ્વાથી હોવી જોઈએ.”
તપુર્વ મલ્લિકાના પ્રત્યેક શબ્દ પર વિચારવા લાગ્યા.
નલિકાઓને અને ગાનારીઓને વળી શ્રદ્ધા અશ્રદ્ધા, સ્વાર્થ નિઃસ્વાર્થ, રામ હનુમાન શું !' તેના મગજમાંથી એક વિચારમાળા પસાર થઈ ગઈ.
ડીવાર વિરમીને મહિલકા આગળ કહેવા લાગી.
“કમાર, આજે મને એક યુવક યાદ આવે છે. આજ સુધીની જીવનમાં મેં તેના જે નિઃસ્વાથી શ્રદ્ધાવાન બીજો એક પણ યુવક જોયો નથી. વારસામાં મળેલા અમારા ધંધાને ફેરવીને મેં નૃત્ય પસંદ કર્યું. લગ્ન કરીને એક પુરૂષને દેહ અપવાને મેં નિશ્ચય કર્યો. પણ એ યુવકે મારા જીવનમાં પલટો આપ્યો. તેણે કહયું કે “મલિકા” આ સુંદર દેહ કોઈ પણ પુરૂષને અર્પવા કરતાં ધર્મને કાં અપતી નથી ? આવું કલામય નૃત્ય વાસનાઓના કીડાઓ સમક્ષ રજુ કરવા. કરતાં, દેવના ચરણમાં કેમ કરતી નથી ? માતા તરફથી મળેલા આ વારસ તજીને પૂર્વજોના પાપનું પ્રક્ષાલન કરવાની તને તારા સૌંદર્યથા, તારી કળાથી મળેલી તકને લાભ શા માટે ઉઠાવતી નથી ? તું જ્ઞાની છે, દેહ ક્ષણભંગુર છે, એમ તે તું હંમેશાં કયાજ કરે છે. તે પછી.