________________
માઢ પરિચયમાં
૨૪૧
પિતાની જર્નાઈ માટે ઉપન્યું અને અનંગસેના માટે અનહદ માન ઉપર્યું.
અનંગસેનાને ત્યાં તે રહેતો હતો ત્યારે તેને વિલાસ પ્રિયતા પસંદ હતી. આજે તે વિલાસ માણતો હતો, પણ તે તેને અનુકૂળ થઈને. ધન્ય પ્રત્યે બેદરકાર બનીને વિલાસ ભોગવવાની તેની ઇચ્છા નહતી. કેટલાયે પ્રયત્ન છતાં તે જાણી શકો નહતો કે પોતે કયાં છે, પહેલાં તેને નવા આવાસમાં અને નવી સ્ત્રીઓના સહવાસમાં જે નવિનતા અને અતડાપણું લાગતું હતું, તે હવે નાશ પામ્યું હતું. થોડાજ દિવસમાં તે પિતાનું ઘર હોય તેમ વર્તવા લાગી ગયો હતો. ચારે સ્ત્રીઓનો પિતે હકદાર-લગ્નગ્રંથીથી જોડાયેલો પતિ હેય તેમ તે તેમની સાથે ખુલા દિલથી વર્તવા લાગ્યા હતા.
શરુ શરુમાં સાંજનો સમય સંગીતમાં પસાર થતા હતા, તે હવે પાટ વગેરે ખેલવામાં પસાર થવા લાગ્યો. પિતાની ઇચ્છા પ્રમાણે તે સ્ત્રીઓ પાસેથી સંગીતની ઇચ્છા પણ પૂર્ણ કરતો હતો.
ડેશી રોજ એક બે વખત આવતી અને કૃતપુણ્યને પોતાના માતૃપદના હકક પ્રમાણે ખબર પૂછી લેતી. કૃતં પુણ્ય પણ તેની તે ટેવને સમજી ગયો હતો અને ડોશીને તે કાર્યક્રમ છે એમ માની લેતો.
એવી રીતે વિલાસમાં દિવસો પસાર થઈ રહ્યા હતા.
એક વખતે ચોપાટ ખેલતાં ખેલતાં અભયા બોલીઃ “આજે આપણા નગરમાં એક પ્રસંગ બની ગયો છે, તે આપના જાણવામાં આવ્ય, સ્વામિ ?”
“મારા જાણવામાં કયાંથી આવે, અભયા!” કૃતપુણ્ય બોલ્યો.
કમ, આખા નગરમાં બધાને ખબર પડી ગઈ અને આપને ખબર ન પડી ?”
“મને કયાંથી ખબર પડે, અભયા!” ચિંતાતુર વદને કૃતપુણ્ય કહેવા લાગ્યો. “તમે લોકોએ મને અહીં એક ગુન્હેગારની પેઠે કેદ ખાનામાં પૂરી રાખ્યો છે. કેટલો સમય થયો, તમારાં પાંચ સિવાય
૧૬