________________
તપાસની શરૂઆત
૨૭૭
તમારા પિતાના સમયથી તમારા ઘરમાં હેય, એ માનવાને હું તૈયાર નથી. માટે જે સત્ય હકીકત હેય તે કહી દે. જો તમે કોઈ પણ જાતની આનાકાની વિના સત્ય હકિકત જણાવી દેશો તો હું તમને ખાત્રી આપું છું, કે તમારો એક પણ વાળ વાંકે નહિ થાય. તમને કોઈ પણ જાતની સજાયે નહિ થાય. અને તમે રાજયને જે મદદ કરી છે, તેના બદલામાં યોગ્ય ઇનામ આપવામાં આવશે.”
મહામંત્રીના શબ્દો સાંભળીને મીઠાઇવાળાની હિંમત ભાંગી ગઈ. છતાં તેમણે આપેલી ખાત્રીથી તેને કંઇક આશ્વાસન મળ્યું.
“ મહારાજ ! અસત્ય કઈ દિવસ છૂપું રહી શકતું નથી, એ હું પણ સમજું . અને તેમાં પણ આપ તો મહાન બુધ્ધિશાળી છે. આપની પાસે હું શું છુપાવી શકું તેમ છું કે " તેણે નમ્રતાભર્યા સ્વરે કહ્યું.
“ તમે કંઈ પણ છુપાવ્યા સિવાય સત્ય હકિકત કહી દેશો તો હું મારું વચન પાળીશ.” મહામંત્રીએ તેને આશ્વાસન આપતાં કહ્યું.
મહામંત્રીના બીજા આશ્વાસનથી તેને કંઈક હિંમત આવી. તે પિતાની પાસેના જળકાન્ત મણિ વિષે ખુલાસે કરવા લાગ્યો.
“ પરમ દિવસે બપોરે બે છોકરાઓ મારી દુકાન આગળ થોડી મીઠાઈ ખાતા ઊભા હતા. તેમાંના એકના હાથમાંથી આ મણિ પડી ગયો હતો. મને તે સમયે ખબર નહોતી, કે આ જળકાન્ત મણિ છે. મેં અને તે છોકરાઓએ તેને સાધારણ કાચને મણિ માની લીધે હતો. પણ તે મણિ મારી દુકાન આગળ ઢળેલા પાણીમાં પડતાં તે પાણીની જગાએ ચોખી જમીન જણાવા લાગી હતી. એટલે મને તે કોઈપણ પ્રકારની કિંમતિ વસ્તુ હોય એમ લાગ્યું હતું. મેં તે છોકરાઓને સમજાવીને થોડી મીઠાઈ આપી અને તેના બદલામાં આ મણિ લઈ લીધો. તે છોકરાના ગયા પછી મેં મારા ઘરમાં જઈને એક મોટા પાણીના ભરેલા વાસણમાં આ મણિ મૂક્યો. મણિને સ્પર્શ થતાં જ પાણી ખસી ગયું. એટલે મને એની કિંમત સમજાઈ. તે પછી