________________
બે બહેને
,
પડતો બોલ ઝીલી લેશે. તેની પાસેથી ધન મેળવવાની ઇચ્છા રાખીશ નહિ. પરમાત્મા જે તમારા બંનેનાં લગ્નને સુયોગ મેળવી આપે તે તેને પતી માનીને તેની સેવા કરવામાં ગર્વ માનજે. એકજ પુરુષમાં સંતોષ માનજે. અતિ વાસના એજ નવું દવાર છે.
ભલે તું મણિકાની કૂખે જન્મી હેય ને નતિકાના આવાસમાં ઊછરી હોય, પણ જે એક પતિવ્રત્ત સેવીશ તો અવશ્ય સતી પદ પામીશ. સતી પદને માટે સ્થળ કે જાતની જરૂર પડતી નથી. તેમાં તે સતીત્વની જરૂર પડે છે, ગણિકાની પુત્રી પણ સતી બની શકે છે-સતી હોય છે, એવો દાખલો જગતને પૂરી પાડજે. તારો એકજ દાખલે જગતની અનેક સ્ત્રીઓને સતીઓ બનાવશે.
બહેન, આપણો દેશ આજે આખા જગતમાં સંસ્કૃતિનું શિખર ગણાય છે. ભારતના એ તેજસ્વી શિખરને પવિત્ર ને ઉન્નત રાખવામાં પ્રત્યેક વ્યકિતએ પોતાની શક્તિ અનુસાર મદદ કરવી જોઈએ, ને ભોગ આપવો જોઈએ. પિતાની એટલી ફરજ તો દરેકે બજાવવીજ જોઈએ. તેમાં જે કોઈપણ વ્યકિત નિષ્ફળ જાય તે તેને માટે દેશદ્રોહિ સિવાય બીજી ઉપમા ન જ હોઈ શકે.
| મારી આટલી શિખામણ તું ખાસ ધ્યાનમાં રાખજે. તે ઉપરાંત બીજી મારી તને શિખામણ નહિ, પણ વિનંતિ છે કે, આપણી માતાની હંમેશા સેવા કરજે. માતા પિતા સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છે. એ ભાવને ભુલીશ નહિ. માતાનો સ્વભાવ ભલે ચીકણો રહ્યો. ભલે કલેશમય રહ્યો; પણ તું તારો ધર્મ બજાવશે. માતાના કુટુ શબ્દોને મિષ્ટ ગણુને તેનું પાન કરી જજે. ભગવાન શંકરે જેમ વિષને પચાવ્યું તેમ તું પણ માતાના વિષ જેવા લાગતા શબ્દોને પચાવી જજે, તેમજ તારો ઉધ્ધાર છે. માતા પિતાની સેવા એ ઉધારનું પ્રથમ પગથિયું છે. જે એ પગથિયું ચૂકીશ, તો નના ગર્તામાં જઈ પડી.