________________
ધન્ય ઘડી
૧૮૭
દીનદશા જોઈને તેનું હૃદય ચીરાઈ ગયું. તેને કંપારી વછૂટી. તે સળીઓ છોડીને નીચે ઊતરવા જતો હતો એટલામાં ધન્યાએ પોતાનું ગૂંથણ કાર્ય પૂરું કર્યું. તેણે બગાસું ખાધું. આવી નિર્દોષ સાધ્વી સ્ત્રી પિતાના નિર્વાહ માટે અખંડ રાતના ઉજાગરા કરે અને તેને –અવિચારી પતિ નતિકાને ત્યાં વિલાસમાં રચ્યો પચ્ચે રહે, એવી કુદરતની લીલા પ્રત્યે તેને તિરસ્કાર ઊપો.
ધન્યાને અનંતકુમાર તરફથી કોઈ પણ જાતના સમાચાર મળ્યા નહતા. જો અનતકુમારે તેને “કૃતિપુણ આવવાનું છેએવા સમાચાર માયા હેત તો તે સતી સ્ત્રી પતિના સ્વાગત માટે બનતી તૈયારી કરી રાખત.
જયારે તેની દૃષ્ટિ જાળી તરફ પડી અને “કાણે એવો પ્રશ્ન કર્યો ત્યારે કતપુણ્ય જાળીના સળીયા છોડી દઈને આઘો ખસી ગયો હતો. બીજા પ્રશ્નના જવાબમાં તેણે દરવાજા પર બે ટકેરા માર્યા અને “હું છું' એવો જવાબ આપે.
એ પછી દરવાજો ખોલ એટલે કહું' એ શબ્દ જ્યારે તેણે કહ્યા ત્યારે ધન્યાએ પિતાના પતિને અવાજ પારખી લીધો. તેને અંતરાત્મા થોડા દિવસથી કહી રહ્યો હતો કે, “તને પતિનો મેળાપ જેમ બને તેમ જલદી થશે.” તે ઉપરાંત પરિમલે પણ કહ્યું હતું કે * તમારા ભાઈ મારા ભાઈને મળવા માટે જવાના છે. અને તેમને આજે તેમને અંતરાત્મા કહી રહ્યો છે કે આજના તેમના પ્રયાસમાં તેમને સંપૂર્ણ યશ મળશે.”
એવી આગાહીઓને કારણે ધન્યાને ખાતરી થઈ કે જરૂર પિતાને પતિજ આવી પહોંચ્યો છે. તેણે તરતજ દ્વાર ખોલ્યું. અને ખરેખર જ તેણે પોતાના પતિનાં દર્શન થયાં.
પહેલાં તો તેને આશ્ચર્ય લાગ્યું. પણ જ્યારે તેને પાકી ખાત્રી થઈ છે . સામે ઊભેલી વ્યકિત પોતાના પતિદેવજ છે, ત્યારે જેમ એકાદા ભકતને અનેક વર્ષોની તપશ્ચર્યાને અંતે પ્રભુનાં દર્શન થાય અને તેમના ચરણ પકડી લે, તેમ તેણે પિતાના પતિના–પોતાના પ્રભુના ચરણ પકડી લીધા.