________________
માતા અને પુત્ર
૨૧૫
બની હતી. સમય એ દુઃખ વિસારવાનું મહામાલુ સાધન છે. ગમે તેવાં મહાદુઃખા સમય જતાં ભૂલી જાય છે.
ધન્યા, પરિમલ અને કલ્યાણુ સાથે જ જમતાં. કલ્યાણને કેળવવામાં પરિમલ મેટા ભાગ ભજવવા લાગી હતી. પણ અચાનક એક દિવસે સાંજે તેના પેટમાં દુખાવા ઊપડયા. તે દુખાવે થાડાજ સમયમાં છાતીમાં સ્થાન જમાવી ચૂકયા ને મધરાત વીતતાં તે તેણે પરિમલને ભાગ લીધા.
દુઃખાવા શરૂ થતાંજ એક વૈદ્યને ખેલાવવામાં આવ્યા હતા. વૈધ પરિમલના કુટુંબને પરિચિત હતા. તેણે તેને બચાવવા માટે ધણી મહેનત કરી, પણ જ્યાં જીવનદારી તૂટી હાય ત્યાં ઔષધ કે મહેનત શા કામમાં આવે.
પરિમલ નિર્જીવ બનતાંજ ધન્યા તેની છાતી પર પેાતાનું મસ્તક મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. તેને એકના એક સહાય પણ ચાહ્યા ગયા.
સમય વીતતાં પરિમલની યાદ પણ એછી થવા લાગી. જાણે પેાતે નવીન જીવનયાત્રા શરૂ કરતી હાય તેમ યાણુના જીવનમાં અને તેના અભ્યાસમાં વધુ રસ લેવા લાગી, કયારેક ક્યારેક તે મહાપુરૂષોનાં જીવન પ્રસંગે. તેને કહી સંભળાવતી હતી. અલયકુમારની અધ્ધિ માટે તેને અનહદ માન હતું. એ ચાર દિવસે એકાદ વખતે તે તે કલ્યાણુને કહેતી જ, કે બેટા ! મહામંત્રી અભયકુમાર જેવા બુદ્ધિયાળી ચ.’
વારંવાર અભયકુમારની જ બુદ્ધિનાં યશેાગાન સાંભળવાથી લ્યાણુને તેમનું જીવન જાણવાની જિજ્ઞાસા ઉદ્દભવી. તેણે એક સમયે નિત્ય નિયમ પ્રમાણે રાત્રે સૂતી વખતે પેાતાની માતાને પ્રશ્ન કર્યાં. માતાજી, તમે મને હંમેશાં કહેા છે!, કે મહામંત્રી અભયકુમાર જેવા થજે. તેા અલયકુમાર કેવા છે તે તેા કહેા.”
“તે મહા બુદ્ધિશાળી છે, એટા !” માતા ખેાલી.