________________
આશ્ચર્યાવસ્થા
૨૧૭
આ પિકળ આબરૂ વાંછતા સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વિતાડ.”
કાકા,” નમ્રતાપૂર્વક કૃતપુર્ણય બેલ્યો. “ આપના હાર્દિક આશીર્વાદ એજ કાર્યની સિદ્ધિ છે, મારી આટલી નાની ઉમરમાં મેં જે જોયું અને અનુભવ્યું છે તે સાધારણપણે ઓછું નથી. મારા આટલા અનુભવે મને ઘણું શીખવ્યું છે. સમાજ બાહ્યાડંબરને ઇચ્છે છે. સત્ય અને અહિંસા ગમે તેટલાં શ્રેષ્ઠ અને સંસારતારક હેય. છતાં સમાજને તે તરફ લક્ષ આપવાની આવશ્યકતા બહુ ઓછી ભાસે છે. જયારે જ્યારે આંધી ચઢે છે. ત્યારે ત્યારે આધીન તને ઓળખી લઈને સમાજ પોતાનાં વહેણ બદલે છે. જ્યારે સત્ય અને અહિંસાને વંટોળ વાય છે ત્યારે સમાજ મને કે કમને અસત્ય અને હિંસા પ્રત્યે ઘણું દર્શાવે છે. પણ તે વટાળ શમી જતાં પાછો સમાજ પોતાના અસલ સ્વભાવને વળગી પડે છે.
તારું કહેવું અસત્ય નથી, બેટા !” પરિમલના સસરા બેટયા.” જગતમાં ગુન્હેગારોને વધારનાર પિકળ કીર્તિમાં માનતો સમાજ છે. સમાજની પ્રથમ ફરજ એ છે કે ગુન્હેગાર જે ગુન્હેગારની વૃત્તિ ત્યાગીને ન્યાયના પંથે જવા ઇચ્છતો હોય, તો તેને અપનાવી લે જોઈએ. પણ એ રીતે વર્તવાને આપણો અર્ધદગ્ય સમાજ તૈયાર નથી. સમાજને પિતાની ભૂલ સુધારવાની સમય મળતો નથી. તેતો સામાની ભૂલે જવાને અને તેની ટીકા કરવાને ટેવાલે હોય છે. એટલે એવા સમાજ જે ટીકાર નહિ, પણ સત્યને પડખે હિંમતથી ઊભો રહી શકે, અને નિર્દોષોને સહાય કરી શકે તે પરિપૂર્ણ બનીને જહદી આવજે, એવા મારા તને આશીર્વાદ છે.
“આપના આશીર્વાદ પ્રમાણે હું પરિપૂર્ણ બનીને આવીશ, કાકા ! “કૃતપુણ્ય બેલ્યો. પણ ધન્યાને બીજે કઈ સહારો નથી. એટલે મારા ગમન પછી તેને ઓછું ન આવે એટલી કાળજી રાખવા હું વિનંતિ કરૂં છું.” .
ધન્યા વિષે તું ચિંતા કરીશ નહિ, બેટા!” પરિમલના સસરા