________________
૨૯૦
કયવનાશેઠનું સૌભાગ્ય
“પાસા તો આ પણ પહેલી મુલાકાત વખતે જ આ૫ ફેકવા લાગ્યા હતા, મહારાજ !” કૃતપુણ્ય કહેવા લાગ્યો “પણ હવે તો બાજી ખરી રંગે ચઢી હોય, એમ મને લાગે છે.”
“શા ઉપરથી 8 મહામંત્રીએ વિસ્મય પામતાં પ્રશ્ન કર્યો.
આજે સવારે જે દાંડી પીટાણું એ ઉપરથી.” કૃતપુણ્ય .
તેનો બાબ સાંભળીને મહામંત્રી તેની બુધ્ધિ પર મોહી પડયા. તેમને લાગ્યું કે જરૂર તેને બાર વરસ સુધી સંતાડી રાખવામાં કોઈ મહાન બુદ્ધિશાળીનો હાથ હોવો જોઈએ, નહિ તો આવા પ્રખર તેજરવી માણસ પોતે કયાં પુરાયો છે તેને પત્તો મેળવ્યા સિવાય ન રહે.
કૃતપુણ્ય શેઠ! તમારા જેવા મહાન બુદ્ધિશાળી પુરૂષો તે રાજદરબારમાં જ શોભે ? "
“અને કાં તો રાજયની હદ બહાર શોભે!” કૃતપુણે સામો ફટકે માર્યો.
હજી એવી દુબુદ્ધિ આપણા રાજ્યના ધુરંધરને સુઝી નથી.” મહામંત્રીએ પોતાના વાકય પર થતો કટાક્ષ નિવારતાં કહ્યું.
“એટલી આપણા રાજયની ચઢતી કળા, મહારાજ !” કુતપુર્વ પોતે વધુ પડતું બેસી ગયેલ હોય એમ લાગતાં નમ્રતાપૂર્વક બોલ્યા.
- “હં. હવે એ વાત જવા દઈએ, શેઠ !” મહામંત્રી કહેવા લાગ્યા. “આજે ખાસ કાર્ય માટે તમને મેં લાવ્યા છે.” - “આપની આજ્ઞા મારે શિરસાવંઘ છે.” કૃતપુણ્ય પ્રજાજન તરીકે બોલ્યો.
“મારી આજ્ઞા નથી પણ તમારો સહકાર મેળવવાની મારી ઇચ્છા છે.”
“મારાથી બનતો બધો સહકાર હું આ પને આપીશ.”
“તો જુઓ, હું તમને બધી વાત સમજાવું.” કહીને મહામંત્રી કુતપુર્ણને બધું સમજાવવા લાગ્યા.