________________
પુત્રના પાપે
૮૭
માટે ફરી આવ્યા. તેમને લાગ્યું કે, રસ્તામાં કયાંય હરે તે છૂપ નહિ રહે. પણ રસ્તામાં તેમને તે વિષે કંઈ બાતમી મળી નહિ. પાછા તે ઘેર ગયા. તેમના મનમાં થયું કે કદાચ ઘેર આવી પણ ગયો હોય.
- ઘેર જઈને તે નિરાશ બન્યા.
- નિરાશાનું એક જ કિરણ આશાની લાખે કિરણોને છિન્ન ભિન્ન કરી નાંખે છે.
ધનેશ્વર શેઠ ઘરમાં આંટા મારવા લાગ્યા. તેમની ઉંમર થઈ હતી. સંતાનમાં એક પુત્ર હતો. આજે તે હજી સુધી આવ્યા નહોતે. બીજી કોઈ વ્યકિત જે તેમની પાસે હાજર હતા તે તેમને કંઈક આશ્વાસન મળત, વિચારમાળામાંથી ઉદ્દભવતા દુઃખમાં કંઇક રાહત પણ મળત. પરંતુ તેમના દુર્ભાગ્યે તેટલું યે સાધન નહોતું. તેમના પત્ની ગદ્દગદ્દ કંઠે પોતાની પુત્રવધુ ધન્યાને આશ્વાસન આપી રહ્યાં :હ. ધન્યા ચોધાર આંસુએ રડી રહી હતી. પતિને તે દેવ માનતી હતી. આજે તેને પતિ કયા હો, તે તે જાણતી નહતી.
આખી રાત તે ત્રણે જણુએ જાગીને જ પસાર કરી. સવારે માતડદેવની પધરામણી થઈ. લોકો પોત પોતાના કામે લાગી ગયા. ધનેશ્વર શેઠને દુકાને જવાનો સમય થયો. દુકાનની ચાવી મુનિમને ત્યાં રહેતી હતી, એટલે તેણે દુકાન ખોલી હતી. શેઠ પોતે ત્યાં ગયા નહિ. તેમને કંઈજ સૂઝતું નહોતું. પુત્રવધૂનું ભાંગેલું હૃદય જોઈને તેને આરામ આપવાની ખાતર શેઠાણીએ રસોઈ કરવા માંડી. પુત્રવધૂએ પિતાનું કાર્ય ઉપાડી લેવાની કોશિષ કરી, પણ સાસુએ તેને આશ્વાસન આપીને આરામ લેવાનું સૂચવ્યું. પહેલાં તે રસોઈ કરવા જેટલી પણ શક્તિ શેઠાણમાં જણાતી નહોતી, પણ કાર્યની શરૂઆત કર્યા પછી આપોઆપ તેટલા કાર્ય પૂરતી શકિત, ઉત્સાહ કુદરતી રીતે જ મળી રહે છે. - પેટ કોઈને છોડતું નથી, એ બેટું નથી.