________________
નવું જ નવું
૨૩૩
જમીને આવી પહોંચ્યાં. તેમનાં આવ્યા પછી ત્સના અને કમલિની જમવા ગયાં. તેમના ગયા પછી કુતપુર્ણ અભયા અને વિનોદિની આરામખંડ-શયનખંડમાં ગયાં. કેટલાયે દિવસે આજે સુંદર ભોજન કૃતપુણ્યને આરોગવા મળ્યું હતું. તે ઉપરાંત તેની સેવા પણ સારી ઉઠાવવામાં આવી હતી.
તે પલંગ પર આડો પડયો. કમલિનીની ગેરહાજરીમાં અભયા તેને ૫ નાખવા લાગી. વિનંદિની તેના માથા પાસે બેસીને તેને કપાળ પર પિતાને નાજુક હાથ ધીમે ધીમે ફેરવવા લાગી, એટલી વારમાં જમવા ગયેલાં સ્ના અને કમલિની આવી પહોંચ્યાં. અભયાએ કમલિનીને પોતાના હાથમાંને પંખા આપ્યા. કમલિની પિતાના પતિને અત્યંત ઉમળકાથી મંદ મંદ પવન લાગે, તેવી રીતે પંખો ઢળવા લાગી. અભયા અને સ્ના પતિના પગ દાબવા લાગી.
કૃતપુ તે જે કંઈ બને તે જોયા કરવાનું નકકી કર્યું હોવાથી, કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના આરામજ લેવા માંડયો. થોડું વધારે ખવાઈ ગયું હોવાથી અને આરામમય વાતાવરણથી જોતજોતામાં તેની આંખ મળી ગઈ.
પા એક ઘટિકામાં તો તે જાગી ઊઠયો. જાગૃત થતાં તે જાણી શક્યો કે માની લીધેલી પિતાની ચારેય પત્નીઓ પોતે આરામ માટે જ્યારે આડે પડ્યા હતા ને જે સેવા કરી રહી હતી, તે સેવા હજી પણ કરી રહી છે.
આટલું બધું જોયા પછી તેને આશ્ચર્ય એક પ્રકારનું થયું કે, આટલી બધી શ્રીમંતાઈ દેખાતી હોવા છતાં, એક પણ નોકરચાકર કેમ નજરે પડતો નહિ હોય ! સવારે પોતે ઊઠયો ત્યારથી અત્યાર ' સુધી તેની બધી સેવા તેની સુંદર, કામળાંગી સ્ત્રીઓજ કરી રહી છે.
અને તેને ઉતાવેલી તે શંકા બેટી પણ નહોતી. આટલી શ્રીમંતાઈ અને આવા વૈભવ વિલાસભર્યા આવાસમાં એકપણ નોકર ચાકર ન હોય, એ બને ખરું ? પંખે નખે પત્ની, જમાડે પત્ની. સ્નાન કરાવે