________________
૩૦૨
કયવનાશેઠનું સોભાગ્ય શેઠાણીએ તેમને તરત જ બોલાવી લીધા હતા અને અત્યારના સંદેશા વખતે તે હાજર હતા.
રૂપવતી અને મુનિમ9 મહામંત્રોને ત્યાં જવા તૈયાર થયાં. તેમણે સેવકને કહ્યું, કે “અમે આવીએ છીએ.”
થોડા જ સમયમાં તે બંને જણ મહામંત્રીના આવાસે પહોંચ્યાં. મહામંત્રીએ તેમને યોગ્ય આવકાર આપતાં બેસવાનું સૂચવ્યું.
બંને જણ તેમની સામે બેઠાં.
“તમને અહીં આવવામાં થોડી તકલીફ તો પડી હશે, શેઠાણું !” મહામંત્રીએ બોલવાની શરૂઆત કરી.
આપના આમંત્રણને અમે તકલીફ કેમ માની શકીએ, મંત્રીરાજ !” શેઠાણ બેલ્યાં.
“આ ભાઈ આપણું મુનિમજી છે ?” શેઠાણીની સાથે આવેલા મુનિમજી વિષે અભયકુમારે પ્રશ્ન કર્યો.
“હા જી, ” શેઠાણુએ ટૂંકે જવાબ આપે.
“તમે કેટલા સમયથી આમને ત્યાં નોકરીમાં છે, મુનિમજી?” મહામંત્રીએ મુનિમજીને પ્રશ્ન કર્યો.
બહુ વરસો થયાં, મંત્રીરાજ ! ” મુનિમજી બોલ્યા.
છે ત્યારે તો આખા કુટુંબના અને આખી પેઢીના તમે જાણુકાર હશો ?"
જિનદત્ત શેઠના પિતા ધનદશેઠના સમયથી નોકરીમાં છે ને? “હા.” “જિનદત્ત શેઠને ગુજરી ગયે કેટલો સમય થયો ?” “ચારેક માસ થયો.” “એ કયાં ગુજરી ગયા ? ?
પરદેશમાં.” “એ સમયે તેમને પુત્રો હતા ખરા ?”