________________
નવા પંથે
પુત્રી હોવા છતાં, તું ગૃહસ્થાશ્રમી કન્યા કરતાં શ્રેષ્ઠ નીવડી તારા જેવીને તે ધન્યવાદ ઘટે!
પણ તારું જીવન હવે કોમાર્યમય નહિ રહી શકે. તારે તારા દહ એક યુવકને સોંપવો પડશે. તારાં નયનોમનું અમૃત પાવું પડશે, તારાં લલાટમાંનાં પ્રસ્વેદનાં બિન્દુ તેને ચૂમવા દેવા પડશે. તારા ગુલાબી હોઠને તેના હોઠની સાથે ગેલ કરવા દેવા પડશે. તારા, નાજુક દેહ તેના બાહુમાં સમાવી દેવો પડશે.
મહિલકા, તું, માનીશ નહિ કે તારા પર બળાત્કાર કરશે. તે તે ભેળો યુવક છે, નંતિમાં માનનારો તે ભોળો યુવક તારા મોહમાં અંધ બનીને તારા ચરણ ચૂમવાને તૈયાર થયો છે. તારક બોલે તારી સેવા કરવાને તત્પર થયો છે, તારા સૌદર્યની પાછળ ઘેલા બનીને પોતાની પત્નીને પણ ત્યાગવાને વિચાર કરી ચૂક્યો છે.
તને વિનવશે, તારા પગ ચૂમશે, તારી સેવા કરશે, તારા શબ્દ પિતાનો પ્રાણ આપવાને પણ તૈયાર થશે, પણ તારો સહવાસ, તારો સંય, તારો પ્રેમ મેળવ્યા સિવાય તે નહિ રહે.
તારી ઇછા હશે કે નહિ હોય, પણ તેની નિર્દોષતા તને પિગળાવ્યા સિવાય નહિ રહે. તેની સેવા તારામાં પ્રેમના અંકુર ઉગાડયા સિવાય નહિ રહે. તેની વાણીની મીઠાશ તને લોભાવ્યા સિવાય નહિ રહે.
અહા, મલિકા ! તને કોની ઉપમા આપું? રંભા અને મેનશ્ચ તો તારી પાસે તારી દાસી તરીકે પણ ન શોભે. ઇન્દ્રની ઇન્દ્રાણી તો. અલંકારોથી દીપી નીકળે છે, પણ તું તો વગર અલંકારે પણ તેનાથી વધુ સુંદર લાગે છે. લક્ષ્મીજી તો વિષ્ણુની છાયામ શોભે છે, પણ તું તો સ્વયં, એકલી, વિના મદદે સૌંદર્યવતી તરીકે માન પામે છે.
શું તારૂં લાવણ્ય આવી રીતે કરમાઈ જાય તે યોગ્ય ગણાય ખરું?
પુણ્યના વિચારો તો હદ વટાવી ચૂક્યા હતા. તે પિતાની પત્નીને ત્યાગવા તૈયાર થયો હતો. તીર્થસ્વરૂપ માતાપિતાની સેવાની,