________________
૨૬૪
કયવનાશેઠનું સૌભાગ્ય
નાટક આપણે ભજવી રહ્યાં હતાં, તે હવે પૂરું કરવાનો સમય આવ્યો છે. તેની શરૂઆત તરીકે મેં ગોઠવેલે વિચાર બરાબર છે.” મુનિમજીએ તત્કાળ શોધી કાઢેલી યુકિત શેઠાણીને કહી સંભળાવી.
એક વાત તો નિર્વિવાદ હતી, કે મુનિમછ મહાન મુત્સદ્દો હતા. સમયસૂચતા અને તત્કાળ વિચારણા; એ એમની આવડતનાં મુખ્ય લક્ષણો હતાં.
જિનદત્તશેઠના પિતા ધનદશેઠને ત્યાં મુનિમના પિતા નોકરી કરતા હતા. તેમની સ્થિતિ બહુ સારી ન હોવાથી તેમના પુત્રના શિક્ષણને ખરચ શેઠ પોતે આપતા હતા. મુનિમજીને બાલ્યકાળ બહુ તેજસ્વી હતો. શિક્ષકોની પ્રિતિ સંપાદન કરવાની કૃપા તેમણે સાધ્ય કરી હતી. જ્યારે તેમણે શાળા છોડી ત્યારે શિક્ષકોને પણ તેમનું ગમન સાલ્યું હતું. કોઈ પણ વિદ્યાથી શાળા છોડ એથી શિક્ષકને બિલકુલ દુઃખ થતું હોતું નથી. કારણ કે કેટલાક નવા વિદ્યાર્થીઓ આવતા હોય છે અને કેટલાયે જૂના જતા હોય છે. જે તે માટે શિક્ષકો સુખ દુઃખ અનુભવતા થાય, તો તેમણે વિદ્યાથીઓને શિક્ષણ આપવાનો સમય પણ ન મળે.
પણ એ સમયે વિદ્યાર્થી જીવન ગાળતા અત્યારના મુનિમજીએ જ્યારે શાળા છોડી ત્યારે ખરેખર જ તેમના શિક્ષકોને દુઃખ થયું હતું. શિક્ષણ બંધ કર્યું કે તરત જ તેમને ધનદ શેઠે પિતાની પેઢીમાં રાખી લીધા અને મુનિમછના વૃદ્ધ પિતાને આરામ લેવાનું સૂચવ્યું.
| મુનિમજી થોડજ સમયમાં આખી પેઢીના દરેકે દરેક ખાતાના જાણકાર થઈ ગયા. નામામાં અને હિસાબ રાખવામાં તે સફળ બની ગયા. તેમના પર શેઠનો સંપૂર્ણ વિશ્વાસ હોવાથી તેમણે ચારેક વરસ બાદ તેમને તિજોરીની ચાવીઓ સોંપી દીધી. તે ઉપરાંત ગૃહકાર્ય પર દેખરેખ રાખવાનું કાર્ય પણ તેમને સાંપવામાં આવ્યું.
તેમની એક નિષ્ઠા અને નિમકહલાલીના કારણે થોડા જ સમયમાં આખી કાર્યવ્યવસ્થા સુધરી ગઈ.