________________
૨૮૬
કયવનાશેઠનું સોભાગ્ય
-
~
મીઠાઈ આપીને તે મણિ લઈ લીધો હતો. જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે મને શંકા ઉદ્દભવી કે “આવું મહામોલું રત્ન મીઠાઇવાળાને ત્યાં ન હોઈ શકે !” એટલે બધી તપાસને અંતે તેનું મૂળ તમારે ત્યાંથી નીકળ્યું છે. હવે તમારે એ જણાવવાનું બાકી રહે છે, કે તમે આ ચાર લાડવા કયાંથી લાવ્યા હતા !”
જવાબમાં તપુણ્ય બોલ્યોઃ “ મહારાજ હું સત્ય અને નીતિમાં માનું છું. અસત્ય કે અનીતિથી કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે તેના પર હક્ક ધરાવવાની મને ઈચછા થતી નથી. જીવન અનીતિ, અત્યાચાર કે અસત્ય માટે ઘડાયેલું હતું નથી. એટલે આપ જે જાણવા માગો છો, તેનો ખુલાસો કરવામાં મને વાંધો નથી. મારી એવી દૃઢ માન્યતા છે, કે કોઈના પણ જીવનમાં કંઈ પણ છૂપું હોવું ન જોઈએ. જેના જીવનમાં કંઇક પણ છૂપું હોય, તેના જીવનમાં પાપ અને અસત્યની મલિનતા હેવાની જ ! ”
–કહીને તેણે પિતાને વૃત્તાંત કહેવા માંડ્યો.
તે કયા સંજોગોમાં વણઝારની સાથે જવા તૈયાર થયો હતો, સવારે તેની સાથે જવા માટે પોતે કયાં અને કેવી સ્થિતિમાં સૂઈ રહ્યો હતો, ત્યાંથી માંડીને પોતે પિતાને ત્યાં બાર વરસે કેવી રીતે પાછા આવ્યો તે કહી સંભળાવ્યું. તે ફક્ત એટલું જ ન જણાવી શક્યા, કે પોતે ઊંઘમાં હતો ત્યારે કેવી રીતે તે ચાર સ્ત્રીઓના મકાનમાં ગયો અને અણધારી રીતે વણઝાર આવી તે રાત્રે કેવી રીતે પોતાની અસલ જગાએ આવા ગયે.
ચારે સ્ત્રીઓ સાથે માણેલા તેણે વર્ણવી જણાવ્યાં. ચારે સ્ત્રીઓને એક એક પુત્ર થયાનું પણ તેણે કહી જણાવ્યું. તે સ્ત્રીઓની સાસુ વારંવાર ત્યાં આવ્યા કરતી હતી, તે પણ તેણે કહી જણાવ્યું.
પિોતે કયાં હતો, કયા સંજોગોમાં હતો અને કોના પરિચયમાં હતો એટલું જ તે સમજાવી શકયો નહિ.
મહામંત્રી કૃતપુણ્યનો આખો વૃત્તાંત સાંભળીને દિમૂઢ બની