Book Title: Kayvanna Shethnu Saubhagya
Author(s): Chandulal M Shah
Publisher: Sanskruti Rakshak Sastu Sahitya Karyalay

View full book text
Previous | Next

Page 320
________________ wવનાશનું સોભાગ્ય ૩૧૧ - - જોઈએ. જે તેને કાયદાના બંધનમાં લઈને કહેવામાં આવે કે “આજથી તાર દિવસમાં એક જ વખત ખાવાનું છે. તો તે કેટલા દિવસ ચાલી શકે? તે માણસ એક બે દિવસ તેમ કરી શકે, પણ જ્યારે તેનાથી ભૂખ્યા રહેવાય નહિ ત્યારે તે છૂપી રીતે ખાવાના જ. તે છૂપી રીતે ખાય છે કે નહિ તેને પૂરાવો બીજો કોઈ ન મળે તે ભલે, પણ તેની તંદુરસ્તી તો કહી આપેજ. ખેટા કાયદાઓનાં બંધને પ્રજાપ-સમાજ૫ર નાખીને તેમની પાસે ૨પા ગુન્હાઓ કરાવવા, એનાં કરતાં એવા કાયદાઓ અમલમાં જ ન લાવવા એજ શ્રેષ્ઠ છે, એ કારણે મહારાજા આજે જાહેર કરે છે કે એ કાયદો આજથી બંધ થાય છે. - બીજી મહત્વની વાત એ છે કે સ્વર્ગસ્થ જિનદત્ત શેની ચારે સ્ત્રીઓ હયાત છે. તેમની ઈચ્છા છે કે કૃતપુર્ણ શેઠની સાથે પુનલગ્ન કરી લે વાં. કતપુણવ શેઠ પણ તેમાં ખુશી છે. રાજયને કંઈ વિધિ નથી. તેમનો સંસાર સુખમય નીવડે તેવી શુભેચ્છા આપણા મહા-રાજા પ્રષ્ટ કરે છે. જળકાન્ત મણિના ઉપયોગ માટે રાજ્ય તરફથી એક લાખ સુવર્ણ મુદ્રાઓ કૃતપુણ્ય ને અને પાંચ હજાર સુવર્ણમુદ્રાઓ મીઠાઈવાળાને આપવાનું જાહેર કરવામાં આવે છે. તે ઉપરાંત પુણ્ય શેઠને “રાજય ભૂષણ' અને “નગરશેઠનું ' બિરૂદ અર્પવામાં આવેછે. પછી તેમણે ત્યાં હાજર રહેલા મુનિમને જિનદત્ત શેઠના ચાર પુત્રો સાથે પોતાની પાસે બે લાવ્યા. તે બધાની ઓળખ આપતાં તેમણે આગળ બોલવા માંડ્યું, “સ્વર્ગસ્થ જિનદત્ત શેઠના આ મુનિમ છે. આખા કુટુંબને અને પેઢીને વહીવટ એ સંભાળે છે. એ પિતે હાજર છે એટલે બીજે કાઈ પ્રશ્ન રહેતો નથી. શેઠના ચાર પુત્રો પણ હાજર છે. હં...છોકરાઓ" તે છોકરાઓને ઉદેશીને કહેવા લાગ્યાઃ “આ શેઠનું નામ તમને આવડે છે?”

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322