________________
પિતા પુત્રને મેળાપ
૨૬૯
“તમને પાછા આવ્યે બાર વરસ થયાને!” “હાસ્તો.”
ક૯યાણ તો પિતાના પિતાને જોવામાં તલ્લીન બની ગયે, હતો. તેના જન્મ પછી આજેજ તેને તેના પિતા જોવા મળ્યા હતા.
કૃતપુણ્ય બંનેને ત્યાં રોકાવાનું જણાવીને ખજાનચી પાસે ગયે. ત્યાં તેના જેવા બીજા કેટલાય માણસો ઊભા હતા. પણ ખજાનચી સ્વભાવે બહુ કડક હતા. સૌને ચોખા શબ્દોમાં કહી સંભળાવ્યું કે, “જે કોઈ માણસ ગરબડ કરશે તે હિસાબ આપવાનું હું બંધ કરીશ. સો લાઈનમાં ઊભા રહો અને એક પછી એક હિસાબ લેવા માટે આવે. ”
સોએ તેમના શબ્દો માન્ય રાખ્યા. ઇરછા હોય કે ન હોય, પણ તેમનું ફરમાન માન્ય રાખ્યા સિવાય બીજો રસ્તો જ નહોતો.
ખજાનચી એક પછી એક સોનું નામ પૂછી લેતા અને સર્વે લઈને તેમનો નક્કી કરવામાં આવેલ પગાર ચૂકવી આપતા. કૃતપુણ્યનું નામ ચોપડામાં નોંધાઈ ગયું હતું એટલે તેને ખાસ વાંધો આવે તેમ નહોતો. તેને નંબર આવતાં તે ખજાનચીની આગળ જઈને ઊભો રહ્યો. ખજાનચીએ તેનું નામ પૂછ્યું. નામ સાંભળીને તે તેને ચહેરાનું અવલોકન કરવા લાગ્યા. કૃતપુણ્યને લાગ્યું કે જરૂર તેમને શંકા ઉદ્દભવી હેવી જોઈએ. જે શંકા ઉદ્દભવી હશે અને કોઈપણ જાતને પ્રશ્ન કરશે તો જવાબ આપવો મુશ્કેલ થઈ પડશે. પણ તેના સદ્દભાગ્યે ખજાનચીએ પિતાની નજર તેના ચહેરા પરથી ખેસવી લીધી અને તેની સહી લઈને પગારનાં નાણાં ચૂકવી આપ્યાં. . કુતપુર્ણ તે નાણુ લઈને પિતાના ખાટલા પાસે આવ્યા.
ધન્યા અને કહાણ તેની રાહ જોઇને ઊભાં હતાં. કૃતપુય તેને નજીક જઇને બેલ્યો. “પગાર લેતાં થોડી વાર થઈ. તમે બંને જણ આ ખાટલા પર બેઠાં હતા તે ઠીક હતું.” . “અમે એટલામાં થોડો જ થાકી જવાનાં હતાં, પિતાજી!