________________
સ્ત્રી સાથે શોભે
૧૬૩
હોય પણ તેને દેવ જે માનીને પૂજવામાં સ્ત્રી ની શોભા છે. તેનું સાર્થક છે. તું ત્યાં મરજે પણ રડતી પાછી આવીશ નહિ. હસતી આવીશ તો ઘર તારું છે, ને રડતી આવીશ તે આંગણામાં પગ મૂકવાને તને અધિકાર નથી.”
આજે તમારી એ શિખામણ કયાં ગઈ માતાજી? પતિ એ તો દેવ છે. તેના દોષ જેવાનું કાર્ય પત્નીનું ન હોય! પતિની છાયાથી તે પત્નીત્વ શોભે છે. પતિની ઉજવળ છાયાએ સતીત્વ ઝળકે છે. અને મને દુઃખ પણ શું છે? હું આનંદમાં સમય વિતાવું છું. બે વખત જમીને સ્ત્રીને 5 એવા કાર્યમાં સમય વિતાવું છું. દેવગુરૂની અને પતિના નામની ભકિતમાં જીવન ગુજારું છું.
માતાજી, સ્ત્રી સાસરે શોભે! અને શ્વસુરપક્ષનીજ શેભા હેય! પિયરત આરામનું સ્થાન છે. લગ્ન પહેલાની દશા માટેનું નિવાસસ્થાન છે. લગ્ન પછી સ્ત્રીનું સ્થાન પતિના ચરણમાં હોય, પિયર એટલે શિતળ છાયા અને સાસરે એટલે સંસારતારક કર્તવ્યોની પરંપરા.
અને ભૂલ કરવાથી પતિનું પતિપણુ નાશ પામે છે! માતાજી, ભૂલ તે દરેક જણ કરે છે. કોઈ નાની કરે છે ને કોઈ મોટી કરે છે. તમારા જમાઈની ભૂલ કંઈ બહું મોટી નથી, અને નાની ભૂલ સુધારવામાં બહુ સમય લાગતું નથી. પતિની ભૂલ પ્રત્યે તિરસ્કાર વષવવાનો અધિકાર પત્નિને ન હોય. તેને તે શોભે પણ નહિ. સ્ત્રી સ્વતંત્ર થઈ શકે પણ સ્વચ્છંદતો નજ થઈ શકાય. પતિના ઘરમાં સુખ થેડું ઓછુ થતાં માતા પિતાનું ઘર સંભાળવું, એ સ્ત્રીઓને શરમજનક છે. મને તમારાથી એવી શિખામણ ન અપાય.
શ્રીરામની સાથે જંગલમાં ભટકનાર સતી સીતાનું પિયર કયાં નાનું હતું ? જનક જેવા પિતાની છાયા ન સ્વીકારતાં પતિને પગલે જંગલમાં ચાલી જનાર તે સતીને તમે કેમ ભૂલી જાવ છો? નળરાજએ જુગટુ રમવામાં ભૂલ કરી નહતી ? છતાં ભીમકરાજાની પુત્રો