________________
એકરાર
૩૦૫
- જે કાર્યની સિદ્ધિ માટે અમે આટલી મહેનત ઉઠાવી હતી. તે કાર્ય સંપૂર્ણ થતાં અમારે એને સંકેલી લેવાની આવશ્યકતા ઊભી થઈ. કોઈ પણ વિસ્તરેલા કાયાને સંકેલી લેવું, એ વાત સાધારણ નથી. એ વિષે ખૂબ વિચાર કરી જોયે.
એક દિવસે અમે જાહેર કર્યું કે શેઠ ગુજરી ગયા છે.
શઠના ખરા મૃત્યુના દિવસે અમે યુવાનને ખાનગી રીતે ઉપાડી લાવ્યા અને બીજે દિવસે શેઠ બહારગામ ગયાનું જાહેર કર્યું હતું, તેમાં અમારા એક ઉદેશ સમાયેલો હતો. તે ઉદેશ એ હતો કે શેઠની કેાઈ. પણ વ્યક્તિ મુલાકાત માગે નહિ. શેઠનું મૃત્યુ બહારગામ થયાનું જાહેર કરવામાં પણ હેતુ સમાયેલો હતો. તે હેતુ એ હતો કે કેઈને તેમને મૃતદેહ બતાવી શકાય તેમ નહોતું. કારણ કે ખરી રીતે કોઈ મૃત્યુ પામ્યું નહોતું.
એક વખતે મધરાતે અમારા જાણવામાં આવ્યું કે જે વણઝારમાંથી અમે યુવકને ઉપાડી લાવ્યા હતા, તે જ વણઝાર પાછી આવી ગઈ છે.
મને તરત જ એક યુકિત સુઝો આવી. તે યુવાનને ઊંધમાં અમે ઘેનની વનસ્પતિ સુંઘાડી દીધી. તેનાં જે વસ્ત્રો, જે સામાન અને જે ખાટલો હતાં તે સાથે તેને રાત્રે અંધારામાં લઈ જઈને તેની અસલ પહેલાંની જગાએ અમે મૂકી આવ્યા.
બાર વરસના સમયમાં અમે બહુજ સાવચેતી રાખી હતી. શેઠ બહારગામ ગયાનું જાહેર કર્યા પછી તેમની મુલાકાત પેઈને મળી રાક તેમ નહોતું, એટલે એ વાતની અમને ચિંતા નહોતી. તે પછી શેઠ લાંબો સમય પરદેશમાં રહેવાના છે માટે તેમની ચારે સ્ત્રીઓને તેમની પાસે મોકલી આપી છે, એમ જાહેર કરીને તે ચારેને અમે ગુપ્ત રીતે રાખી. શેઠ બહારગામ ગુજરી ગયાનું જાહેર કરવાથી કેઈને વધુ શંકા આવી નહિ. ચારે સ્ત્રીઓ તેમના સહવાસમાં હેવાથી તેમના ચારે " પુત્રો માટે પણ શંકાને સ્થાન રહેતું નહતું. જેને અમે ઉપાડી લાવ્યા