________________
૭૩.
મલિકાના આવાસમાં નથી. હજી તેના ઉદયની ક્ષણ આવી નથી. જ્યાં સુધી કર્મોના બંધને તૂટે નહિ, ત્યાં સુધી ઉન્નતિ સંભવે નહિ. કર્મો તે ભોગવ્યે જ છૂટકે.
“મલિકા, તમારી વાક્પટુતા જોઈને મારી જાતને તુચ્છ માનું છું. આજ સુધી મને ગર્વ હતો કે મારી વાકપટુતાની બેબરી કરવાને જવલેજ કેઈ નિકળી આવશે. પણ મારો ગર્વે પહેલી મુલાકાતે જ હણાઈ ગયો. તમારા વાક્યાતુર્ય આગળ મારું વાકુચાતુર્ય ઝખુ છે.” કૃતપુણ્ય પિતાને કે શમાવી દેતાં બોલ્યા.
કૃતપુણ્ય કુમાર, મલ્લિકા કહેવા લાગી. “ મારી ભાવના હતી કે હું તમને આ પંથે જતા અટકાવવાનો લાભ મેળવું. પણ મારી ભાવના ફળે તેમ નથી, એની મને ખાત્રી થઈ ચૂકી છે. તે કારણે હું તમને એક વાત ખુલ્લા દિલથી જણાવું છું.
જુઓ, મને સંસાર પર, વૈભવ પર કે વિલાસ પર મેહ રહ્યો નથી. તમે જયારે આવ્યા ત્યારે હું મારી નાની બહેન અનંગસેનાને અને મારી માતાને તેજ કહી રહી હતી. અત્યારે તમને પણ તેજ કહું છું. હું તો લગ્ન કરવાની નથી. મારી બહેનની પ્રતિજ્ઞા છે કે લગ્ન કરીને પતિ સિવાય બીજા સાથે ભોગ ભોગવવા નહિ. તેની પાસે લક્ષ્મી છે. મારી આ લક્ષ્મી પણ તેની જ છે. તેના સિવાય મારે બીજી બેહેન નથી. મેં તેને દરેક કળામાં પ્રવિણ બનાવી છે. મારી માતાના દેહવિક્રયના વારસામાં મેં મારી જાતને અને તેને બચાવી લીધી છે. જે તમારામાં હિંમત હાય, સમાજનો ડર ન હોય, ને તમારી માતા પિતાને અને પત્નીને સમજાવવાની સકિત હોય તે તેની સાથે લગ્ન કરી લો. બીજી નતિકાઓ કે ગણિકાઓ પેઠે તે તમારી પાસે ધન નહિ માગે, ધનનો તેને તેટો નથી. વૈભવનીકમીના નથી. ખાવ પીઓ ને આનંદ કરે. પતિ પત્ની તરીકે સુખેથી જીવન વીતા. જ્યારે તમારાં પાપોને-કર્મોને ક્ષય થાય, ત્યારે ઉન્નતિને શિખરે પહેચો. તમારા જીવનનો ઉદ્ધાર કરે. ” મલીકા તદ્દન