________________
વિલાસ ખંડમાં
૧૦૧
ભરી રેખાઓ ઉપસી આવી.
કૃતપુણ્ય વિચારવા લાગ્યા કે “પોતાને કયા કયા બાળમિત્રો હતા થોડો સમય વિચાર કરવા છતાં કોઈ તેના ધ્યાનમાં આવ્યું નહી.
સુખ અને વિલાસના ધેનમાં માણસ આખા જગતને ભૂલી જતાં શીખ્યો હોય છે.
“અનંગસેના, મને જેઈ આવવા દે કે તે મારા કયો બાલમિત્ર છે.” કુતપુણ્ય ઊડવાની તૈયારી કરતાં બેલ્યો.
તમે બેસો, હું જાતે જઈ આવું છું. અનંગસેના કૃતપુણ્યને ઊઠતા અટકાવતાં બોલી.
તેના બોલવામાં બે એય સમાયાં હતાં. એક તે એ હતું કે, પતિને ઊઠવાની તસ્દી ન આપવી અને બીજું એ હતું કે, જો કોઈ તેમનું અંગત ઓળખીતું હશે તે તે દબાણ કરીને પિતાના પ્રિય પાત્રને અહીંથી લઈ જવાનો પ્રયત્ન કરશે.'
“ના, ના. તારે તસ્દી લેવાની જરૂર નથી.” ઊડતાં ઊડતાં કૃતપુણ્ય છે.
“તમે અને હું ડાં જુદાં છીએ!” અનંગસેના પણ તેની સાથે ઊઠી.
બંને જણું ખંડમાંથી બહાર નીકળ્યાં. બેઠક ખંડના દરવાજા પાસે પહોંચતાજ કૃતપુણે જોયું કે પોતાનો એક બાળમિત્ર પિતાના આગમનની રાહ જોતો દરવાજાની બહાર જ ઊભો છે.