________________
કવન્યાશેઠનું સૌભાગ્ય
સાથે લગ્ન કરીને ત્યાંજ રહ્યા છે. તેમની પાસે સંપત્તિ ખૂટી જવાથી ત્રણસો સોનૈયા મંગાવ્યા છે.” દાસીએ વધુ એક સે સોનાની માગણી કરી.
બંને પક્ષે એક બીજાને મળી શકે નહિ, તેવા સંજોગોમાં મધ્યસ્થ તરીકે કામ કરનાર પોતાનું હિત સાધ્યા સિવાય રહે નહિ.
શેઠ વિચારમાં પડી ગયા. આ સ્ત્રીના શબ્દો પર વિશ્વાસ મૂ કે ના, તે તેમને સમજાયું નહિ.
“કોણ અનંગસેના? ” તેમણે પ્રશ્ન કર્યો. તે “રાજનીતિકા મલિકાબાઈનાં નાનાં બહેન.” દાસીએ ખુલાસો કર્યો.
મલ્લિકાબાઈ કયાં છે?” શેઠને વધુ જાણવાની ઈચ્છા થઈ. “ તે તે અહીંથી કયાંક ચાલી ગયાં છે.” “કયાં ગયાં છે ?”
તે ખબર નથી.” “અનંગસેનાને પણ ખબર નથી.”
ના.”
શેઠને આ વાત માનવા યોગ્ય લાગી નહિ. તેમણે આગળ પ્રશ્ન કર્યો.
કયારે ચાલી ગયાં ? ” “બંનેનાં લગ્ન કરાવી આપીને.”
તે બંનેને તો ખબર હશે ને ?”
“ના છે. તેમને પણ કહ્યું નથી. કોઈને પણ કહ્યા વિનાજ ગુપ્ત રીતે ચાલ્યાં ગયાં છે.”
“ અને કૃતપુણ્ય ને અનંગસેનાનાં લગ્ન થયાં છે?” “ હા છે. તે બંને જણાએ અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા છે”
“તો પછી તું એમ કર.” શેઠ વ્યવહારી વાત કરતાં બોલ્યાઃ “થોડી વાર પછી હું ત્યાં આવું છું. આવતી વખતે ત્રણસો સોયા લેતો આવીશ.”