________________
૨૭૬
ક્યવનાશેઠનું સૌભાગ્ય
કેટલાક મણિ હોવા જોઈએ. કેમ, ખરુંને? જાણે સાધારણ રીતે વાત કરતા હોય, એમ માહામંત્રી બાલતા હતા.
- હવે તેમના પ્રશ્નો વિષે મીઠાઇવાળાને ગૂંચવણ ઊભી થવા લાગી * હતી. તેને શંકા આવી કે જરૂર મહામંત્રી કઈક ભેદ જાણી ગયા. હોવા જોઈએ. તેના મનમાં સાધારણ ભીતિનો સંચાર થયો. '
એ બાબતમાં મને કંઈ ખાસ ખબર નથી, મહારાજ !” તેણે કબાબ આપ્યો. તેના સ્વરમાં ફરક પડી ગયો. મહામંત્રીએ તરત તે પારખી લીધે.
તમારા પિતા ગુજરી ગયા. ત્યારે તેમની પાસે કેટલી મિલકત હતી?
“બહુ મોટી તે નહતી.” “એટલે કે મધ્યમ વર્ગના માણસ પાસે હોય એટલી હશે.
ખરું ને?
લગભગ તેમજ.” હવે તેની–મીઠાઈવાળાની મુંઝવણ વધવા લાગી.
અને જ્યારે તમારા પિતા ગુજરી ત્યારે તેમની મિલકત કયાં કયાં મુકવામાં આવી હતી, તે બતાવતા ગયા હતા કે તેમના મૃત્યુ બાદ તમને અવ્યસ્થિત રીતે આડી અવળી જગાએથી મળી આવી હતી?
“ મિલકત તે તેમણે તેમના મૃત્યુ સમયે મને બતાવી હતી. મહારાજ !
' અને આ મણિકદાચ તેમની દષ્ટિએ એની કિંમત કોચન ટકા જેટલી હશે એટલે—બતાવ્યો નહોતો અને ?
“ એમ તો ન કહેવાય. પણ કદાચ મને તે વિષે કહેવું ભૂલી થવા હશે !
જાઓ ભાઈ ! આવી રીતે તદન અસત્ય બોલવું તમારા જેવા સજજન માટે યોગ્ય નથી. “ મહામંત્રી હવે તેને તે તદ્દન અસત્યજ બોલતો હેય તેવા પ્રકારે ઉદ્દેશીને સમજાવતા કહેવા લાગ્યા. “ આ મણિ