________________
આમ્રપાલી
૧૫૧
નિરાશ થઈને પાછા ફર્યા. જે આમ્રપાલીયે મહારાજાને સમયસૂચકતા વાપરીને ત્યાંથી સાડી મૂકયા ન હોત તો આજે મહારાજની હસ્તી પણ ન હોત.
કહે, આમાંને કેઈગુણ તને તારી અનંગસેનામાંથી મળી આવ્યું છે?”
અનંતકુમારે આમ્રપાલીનો ઈતિહાસ કહી રહ્યા પછી તેના મિત્રને અનંગસેના વિષે પ્રશ્ન કર્યો.
તેં આમ્રપાલીનું આટલું બધું વર્ણન કર્યું, તે તું કઈ દિવસ તેને જોઈ આવ્યું છે ?” કૃત પુણે સામે પ્રશ્ન કર્યો,
“તે વિના હું ગમે તેમ બેલું નહિ, કૃતપુ.” અનંતકુમાર બોલ્યો. “ મહારાજ જયારે વૈશાલીથી પાછા ફર્યા ત્યારે મને તે હકિકત જાણવાની ઈચ્છા થઈ. થોડા દિવસમાં હું શાલી ગયે. વૈશાલીમાં મારા એક મિત્ર રહે છે. તેની પત્નીનું નામ છે. નીલમ. નીલમ પહેલાં આમ્રપાલીને ત્યાં કામ કરતી હતી. તેનું કામ હતું વસ્ત્રાલંકારોની વ્યવસ્થા કરવાનું. તેની મારફતે મેં બધી વાત જાણી, કેટલાક લિચ્છવીઓના સહવાસમાં આવ્યો અને આમ્રપાલીને પણ જોઈ. શું તેનું રૂપ' વારે ઘડીએ તેનાં વખાણ કરવાની ઈચ્છા થઈ ! આવે છે, કૃતપુણ્ય.”
કુતપુર્યના ચહેરા પરના ભાવે બદલાયા કરતા હતા. અનંતકુમારને લાગ્યું કે, પોતાના મિત્ર પર કંઈક અસર થઈ છે ખરી. હજી છેડા પ્રવાસની જરૂર છે.
અને તણે બીજી કેટલી આડી આવળી વાતો કાઢી સમય થઈ ચૂક્યો હતો. રાત પણ યુવાવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. અનંતકુમારને આશ્ચર્ય એટલું જ થયું કે, “આજે પિતાના મિત્રે પિતાને અહીંથી જવા માટે કેમ કહ્યું નહિ ?”
છતાં જવા માટે તેણે તેના મિત્રની રજા લીધી.