________________
૧૫૮
કાવનારોઠનું સૌભાગ્ય
થોડા સમયના મહેમાને નિઃસાસે નાંખ્યા.
ધન્યાનાં નયનમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. પરિમલ વજની છાતી કરીને તેને આશ્વાસન આપી રહી હતી.
હું આવી પહોંચ્યું છું, કાકા ! ” અનંતકુમાર બો.
“કુમાર ન આવ્યો, અનંત” આજુ બાજુ દષ્ટિ કરતાં શેઠે પ્રશ્ન કર્યો.
“તે બહારગામ ગયો છે. અનંતકુમારે મરતાને આઘાત ન લાગે તે માટે અસત્ય શબ્દોનો ઉચ્ચાર કર્યો. “તે જે અહીં હોત તો જરૂર આવત, કાકા ! કૃતપુર્ણ હજી હદ વટાવી ગયો નથી.”
અનંત, આના કરતાં કેવી હદ વટાવવાની હોય ?” ધનેશ્વર શેઠ આંખમાં આંસુ લાવી બોલ્યા. “તેના સંતોષની ખાતર અમારા આખા કુબે પિતાના સર્વસ્વને ભોગ આપી દીધે છે. આના કરતાં તો અમારે ત્યાં એના જન્મ ન થયા હો તો સારું થાત."
આવું ઘેલું ઘેલું બોલીને મૃત્યુ ન બગાડે, કાકા !” અનંતકુમાર ગદગદ્દ કંઠે બોલ્યો. “આ તમારી અંતિમ ઘડીઓ છે. અંતિમ ઘડીએ પરમાત્માનું નામ લે. માણસનાં અણાનુબંધન જેવાં હોય, તેવા ભોગવવાં જોઈએ. કોઈ મિત્ર રૂપે શત્રુ બનીને જન્મે છે, તો કોઈ શત્રુ રૂપે મિત્રની ગરજ સારે છે. સંસારી બંધન સંસાર માટેજ હોય છે. હવે તમે સંસારથી વિરકત થવાના છો. કોને ખબર કયાં જન્મ લેશો ! આવા અંતિમ સમયે આવા વિચારો ત્યાગી દેવા જોઈએ. આવતા ભવની ઉન્નતિ માટે શુભ ભાવના સેવવી જોઈએ.”
અનંત હું ઘણું સમજુ . પણ મને મારી આ પુત્રવધુનું દુઃખ સાલે છે.” શેઠ બોલ્યા “બિચારી ૮૭ બાળક છે. સંસારનું સુખ અનુભવ્યું નથી. આજે તેના દેહ પર વસ્ત્ર નથી, અલંકાર નથી ને આવતી કાલનું ખાવાનું પણ તેની પાસે નથી. મને મારા પિતાના પર ધિક્કાર છૂટે છે, અનંત ! આવી સતીને માટે કંઈ પણ ન રાખતાં પુત્ર પ્રેમની ઘેલછામાં બધું જ બેડફી નાખ્યું. આજે એ બિચારી