________________
પ્રકરણ ૩૦ મું મુનિમજીએ ન માંગે શેળે. સંધ્યા વીતી ગઈ હતી. રાત્રિને અંધારપછેડો કાળા કૃત્ય કરનારને માટે પથરાઈ ચૂક હતો. કાદવમાં પણ જેમ કમળ સ્વચ્છ અને નિષ્કલંક રહે છે, તેમ સતપુરૂષો-સાધુસંતો તેવા અંધાર છેડામાં પણ પિતાના અને જગતના ઉધ્ધાર માટે નિષ્કલંક રહીને સત્કાર્યો કરવામાં અને ભકિત કરવામાં મગ્ગલ રહેતા હોય છે.
- રાજગૃહિના એક શ્રીમંત શ્રેષ્ઠિના ઘરમાં પાંચ સ્ત્રીઓ અને બે પુરૂષે ખાનગી મસલત ચલાવી રહ્યાં હતાં. સંસારમાં જીવતા માણસો માટે ખાનગી નામને શબ્દ બહુ મહત્વને હેય છે. પણ એની સાથે આ પણ સ્પષ્ટ છે કે ખાનગી નામના શબ્દની સાથે સંકળાયેલાં કા સારા કરતાં ખાટાં વધુ પ્રમાણમાં હોય છે. ગુજા કરવાનો વિચાર પણ ખાનગીમાં થાય છે અને તેનો અમલ પણ ખાનગીમાં જ થાય છે.
જિનદત્ત નામના એક શ્રીમંત વહેપારી અચાનક મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુની ખબર સાત વ્યકિતઓને જ હતી. તેમનાં સિવાય હજી સુધી કાઈના કાન પર તે વાત ગઈ નહોતી, તેમજ કાઈના કાન પર જાય નહિ, તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી.
પાંચ સ્ત્રીઓમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. તેનું નામ હતું શેઠાણી રૂપવતી. નામ પ્રમાણે ખરેખર જ તે રૂપવતી હતી. બીજી ચાર સ્ત્રીઓનાં