________________
વિલાસ ખંડમાં
ટક
તે એકદમ સ્વસ્થતા પ્રાપ્ત કરતાં બોલી ઊઠયોઃ
“ વાહ, વાહ, કેવું સરસ નૃત્ય ! ખરી નૃત્યકલા તે મેં આજે જ જોઈ, અનંગસેન ! ધન્યવાદ ઘટે છે, તને." તેણે પોતાના બંને હાથે તેને ઉઠાડતાં પિતાના શબ્દો પૂરા કર્યા.
અનંગસેનાએ તેના પ્રીતમ સામે નજર કરી. તેનાથી મૃદમૃદુ હસી પડાયું. શરમથી લાલચોળ બની ગયેલા તેના કોમળ ગાલ કૃતપુણ્યનું આકર્ષણ બન્યા. તેણે તેને પોતાના બંને હાથે ઉડાડીને પોતાની ડાબી બાજુએ હીંચકા પર બેસાડી.
અનંગસેના !” અનંગસેનાની આંખમાં આંખ મેળવતાં કૃતપુણ્ય બોલ્યા.
“આજે હું મારા પ્રભુને રીઝવી શકી, નાથ!” અનંગસેનાએ પિતાનું મસ્તક કૃતપુણ્યના ખભા પર ઢાળી દેતાં કહ્યું,
“અને તારા પ્રભુએ તને આ પ્રસાદી આપી.” તપુ તેને પિતાના ભુજપાસમાં લઈ મીઠું ચુંબન કરતાં બોલ્યો.
એટલામાં સાદી રીતે બંધ કરેલી કાર પર બે ટકારા થયા. અનંગસેના પોતાના પ્રીતમના ભુજ પાસમથિી અળગી થઈને દૂર બેસતાં બોલી
અંદર આવ.” દરવાજો ખુલ્યો. એક સેવિકા અંદર આવી.
પારે જ્યારે કોઈપણ ખંડના દ્વાર બંધ કરવામાં આવતાં, ત્યારે ત્યારે તેને અંદરથી સાંકળ વાસવામાં આવતી નહિ. કોઈપણ સેવિકાને જયારે અંદર જવાની પરવાનગી માગવી હોય, ત્યારે તે દ્વાર પર ટકોરા મારતી. જે પરવાનગી મળે તો તે દ્વાર ખોલીને અંદર પ્રવેશતી અને પરવાનગી ન મળે તે પાછી ચાલી જતી.
એવા પ્રકારની પ્રથા હતી. તે આવાસની.
શેઠને કઈ મળવા માટે આવ્યું છે. આવનાર દાસીએ કહ્યું. કૃતપુણ્યને બધી દાસી શેઠને નામે સંબોધતી.