________________
૧૧ર
કયવનાશેઠનું સૌભાગ્ય તારા જેવોજ પૂરો પાડે!” અનંતે માતા પિતા વિષે સાધારણ. પણે સમજાવતાં કહ્યું.
* “આજે તને આ શું સૂઝયું છે, અનંત ?" માતા પિતાની વાત સાંભળીને કંટાળો દર્શાવતાં કૃતપુણ્ય બાલ્યો.
કેમ?
અહીં તો તું મને મળવા માટે આવ્યો છે કે આવા નિરર્થક વાતો કરવા ?”
તને આ વાતો નિરર્થક લાગે છે ?'
“નહિ તો બીજું શું ? અરે ગાંડા, સંસારમાં તો જ્યાં સુખ મળે ત્યાં રહેવાનું હોય અને જ્યાં આનંદ મળે ત્યાં મહાલવાનું હેય. માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, કાકા, મામા, આ તે કંઇ ઘેલછા છે ? જેમ એક મકાનમાં આપણને ન ફાવે એટલે બીજી મકાનમાં રહેવા જઇએ, તેમ એક વર્તુળમાં આપણને ન ગમે તો બીજા વલમાં જઈ શકીએ. એમાં બંધનો કેવી ને કલંક કેવ ! બંધને અને કલકે તો સમાજે ઉપજાવી કાઢેલાં ટાયલાં છે. જે માણસ સદાયે તેને ધ્યાન માં રાખીને કરે તો તેનાથી જગતમાં એક દિવસ પણ છવા. ન શકાય.” કૃતપુણે પિતાના ઘેલછાભર્યો વિચાર જણાવ્યા.
પિતાના મિત્રના શબ્દો સાંભળીને અનંત તો સ્તબ્ધ બની ગયો. સદાયે માતા પિતાની સેવામાં રાચતા પુત્રમાં અચાનક આવો થઈ ગયેલ ફેરફાર જોઈને તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેના મગજમાં હસી ગયું કે આ ફેરફારને કારણે અનંગસેના જ હોવી જોઈએ. પણ એને બિચારીનો પણ શો દેશ છે જે તે બીજા પ્રત્યે હમદર્દી બતાવતી થાય, તો તેનો ધંધો, તેનું જીવન કેમ ચાલી શકે?
ગણિકા, નાયિકા કે નર્તિકા બધાં જ એક હાય ! જે તે તેમનાં નયનોમાંથી જાદુ ન વેરે, પોતાના અંગોપાંગભર્યા કોમળ દેહની સંભાળ ન રાખે અને આકર્ષણભર્યો વચન ન ઉચ્ચારે, તો તેના તરફ કે, આકર્ષાય ?