________________
२०६
કયવનાશેઠનું ભાગ્ય
હતું કે, જો તમે મને કહ્યું હોત તો હું તમને જવા પણ ન દેત ! તમે મારા ત્યાગ કર્યો, તેમાં મુખ્ય ભાગ અનંતકુમારની સલાહ ભજવ્યો છે, એ પણ હું સમજી શકી છું. મારી–અમારી દ્રષ્ટિએ અનંતકુમારનું ય અમારા માટે નુકશાન કર્તા હતું છતાં નીતિ અને ધર્મની દ્રષિએ ચા હતું તમારા માતા પિતાની કરણ જનક સ્થિતિ, તેમાં તેમનું અવસાન અને તમારી સતી સ્ત્રીનું કપરા સંજોગોમાં વહેતું જીવન જાણીને મને પણ અત્યંત દુઃખ થયું છે.
- તમારા પિતા પાસેથી વારંવાર ધન મંગાવતી મારી માતાનું કય તમારી કે મારી–બંનેની જાણમાં નહોતું. આપણે બને તેમાં નિર્દોષ હતાં. મારે ત્યાં લક્ષ્મીની કમીના નહોતી કે જેથી તમારે ત્યાંથી તે મંગાવવી પડે. પણ મારી માતાએ તેના સ્વભાવ પ્રમાણે વર્તન ચલાવ્યું. ખેર : બનવાનું બની ગયું.
- એકવાત હું તમને જણાવું છે, જે કદાચ તમે જાણતા નહિ હો! અનંતકુમાર નિર્દોષ યુવક હતા, એ તો તમે પણ જાણે છે. પિતાથી બની શકે તેટલી સેવા કરવાની તેમની ધગશ હતી. પતિતાધારમાં તે વધુ લક્ષ આપતા હતા. તેમના ઉપદેશથી મારી મોટી બહેન મલિકાએ પિતાનો દેહ પવિત્ર રાખ્યો હતો. અંતે તેવી જ પવિત્રતા જાળવી રાખીને તે સંસારને ત્યાગીને આત્મકલયાણ માટે અહીંથી ચાલી ગઈ. -અમારે ધંધે મેં ત્યાગી દી હતે. તમારી સાથે થયેલા ગાંધર્વ વિવાહ સુધી હું કુમારીકા હતી. કેઈના દિલને રીઝવવા માટે મારે નૃત્ય કરવું પડયું નથી કે મિષ્ટ ભાષા વાપરવી પડી નથી. તમારી સાથેના લગ્ન પછી હું એક સતી સ્ત્રી જેટલી જ પવિત્ર રહી શકી છું. મારું વર્તન મેં એક પવિત્ર અને છાજે તેવું રાખ્યું હતું અને હજી પણ છે. મારી ભાવના હતી કે, હું આદર્શ ગૃહિણી તરીકે જીવન વીતાવું. પણ બાહ્ય નીતિમાં માનનારા સમાજ મને તેમ જીવવા ન દે, એ સ્વભાવિક છે. તમે મને ત્યાગીને ગયા છે, તેમાં નીતિની દ્રષ્ટિએ ખોટું નથી. પણ જે પગલું તમે ભર્યું તે, માનવતાની દ્રષ્ટિએ લાજવી