________________
મલિકાના આવાસમાં
આવા ક્ષણભંગુર દેહને માટે વિલાસનાં સાધને શા માટે જોઈએ ? દેહ ભોગની ભાવના શા માટે જાગવી જોઈએ ?
અને એનું એ કથન મારા હૃદયમાં વસી ગયું. એની નજર સામે મેં પ્રતિજ્ઞા લીધી કે, “હું આમરણાંત મારો દેહ પવિત્ર રાખીશ. ત્યારે તેણે મને કહ્યું કે, “મહિલકા, એક દિવસે તને જરૂર એમ લાગશે કે, આ સંસારમાં કંઈ નથી. વાસનાથી દૂર ભાગવું હોય, તે સંસારને ત્યાગવાની જરૂર છે.
આજે મને તેનું કથન સત્ય ભાસે છે. વાસનાથી મન, વચન, કે કાયાને કલંકિત કરવાં ન હોય, તો સંસારનો ત્યાગ જરૂરી છે. મારી નાની બહેન અનંગસેનાને પણ તેણે લગ્ન કરીને પિતાના પતિ સાથેજ ભોગ ભોગવવાની પ્રતિજ્ઞા લેવડાવી છે.
તે યુવકનું નામ શું છે, મહિલકા.” “નામ હું નહિ કહી શકું, કુમાર.”
સમાજની અને જુદી હોય છે. અમારે ત્યાં છૂપી રીતે આવીને નૃત્ય જોઈ જનાર, મદિરાનું પાન કરી જનાર, અને અમારા દેહની ભીખ માંગી જનાર, વ્યકિતઓ સમાજ માં પોતાની જાતને પ્રતિષ્ઠિત તરીકે ઓળખાવી લેને કહેતા હોય છે કે, “નતિકાનાં નૃત્ય જોવામાં પણ પાપ સમાયેલું છે, ત્યાં નાયિકાને ત્યાં તો કેમ જવાય ? એવા કહેવાતા પ્રતિષ્ઠિત સજજનો, નિર્દોષ નિઃસ્વાથી યુવકને છવતાને જીવતા ફાડી ખાવા જેટલું રોદ્ર રૂપ ધારણ કરે છે. જો કે તે યુવક તે ખુલ્લી રીતે પતિતાઓને પક્ષ કરે છે. તે કહે છે કે જો પતિતાઓને ઉધાર સમાજ નહિ કરે તે કેણ કરશે?
ખરેખર એવા નિડર યુવોની ચરણ રજ લેવામાં પુન્ય સમાયેલું છે. "
એ યુવક એ નિડર હોવા છતાં, પિતાનું નામ પ્રગટ કરવાની ના કહે છે?